સુરત જિલ્લાનાં વલથાણ ગામનાં નેશનલ હાઈવે નંબર-૪૮ પરથી બંધ બોડીનાં આઈસર ટેમ્પો નંબર જીજે/૧૫/એક્સ/૩૦૬૬નો ચાલક પોતાનાં ટેમ્પોમાં દમણ તરફથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ભરી અંક્લેશ્વર તરફ જઈ રહ્યો છે અને આ વિદેશી દારૂ ભરેલો ટેમ્પો હાલમાં વેસ્મા પાસ કર્યો હોવાની બાતમી મળી હતી.
જેથી પોલીસે વલથાણ ગામની સીમમાં વોચ ગોઠવી દીધી હતી. તે સમયે બાતમીવાળો ટેમ્પો ત્યાં આવતા પોલીસે જેને અટકાવી તપાસ કરતા ૧૫.૪૩ લાખની કિંમતની ૧૦,૩૦૮ નંગ વિદેશી દારૂનો જથ્થો, ૭ લાખ કિંમતનો ટેમ્પો અને રોકડા મળી કુલ રૂપિયા ૨૨,૫૪,૮૦૮/-નો મુદ્દામાલ મળી આવ્યો હતો. આમ, પોલીસે ટેમ્પો ચાલક શૈનિક ભરતભાઈ ઘોડી (રહે.કાટા ફળીયુ, મોટી દમણ)ની ધરપકડ કરી હતી. તેમજ મિતેશ ઉર્ફે બંટી પટેલ (રહે.ઝરી ગામ, મોટી દમન) અને વિદેશી દારૂનો ટેમ્પો લેવા આવનાર અજાણ્યા ઈસમને વોન્ટેડ જાહેર કર્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500