Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ભાવનગરનાં નારી ચોકડી ઉપરથી ટ્રકમાંથી વિદેશી દારૂનાં જથ્થા સાથે એક ઝડપાયો

  • December 04, 2024 

ભાવનગરનાં નારી ચોકડી અમદાવાદ જવાના રસ્તા ઉપર  હોટલના પાકગમાંથી લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને પેરોલ ફર્લો સ્કવોડે વિદેશી દારૂ ભરેલા ટ્રક સાથે એક શખ્સને ઝડપી લીધો હતો. જ્યારે દારૂ વાપીથી ટ્રકમાં ભરી ભાવનગર તરફ આવતો હતો. દારૂનો જથ્થો લાવનાર ફરાર થઈ ગયો હતો. આ બનાવની જાણવા મળતી વિગત મુજબ, લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને પેરોલ ફર્લો સ્કવોડનો સટફ પેટ્રોલિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન બાતમી મળી હતું કે,કિશન માડનભાઈ મકવાણા (રહે.ભાવનગર) પોતાની માલિકીના ટ્રકમાં રાજ્ય બહારથી વિદેશી દારૂ ભરીને ડ્રાઇવર સુરેશ ઓધાભાઈ કાળિયા (રહે.ભાવનગર) અને નારી ચોકડી અમદાવાદ જવાના રસ્તા ઉપર હરેકૃષ્ણ હોટલના પાકગમાં પાર્ક કરેલ છે.


આ બાતમીનાં આઘારે અમદાવાદ જવાના રસ્તા પર આવેલ હોટલના પાકગમાં દરોડો કરી ટ્રકને ઘેરી ટ્રકમાં તલાશી લેતા ડ્રાઇવર સીટ પર બેઠેલ શખ્સ સુરેશ ઓધાભાઈ કાળિયાને ટ્રકોમાંથી નીચે ઉતારી ટ્રક પાછળ તલાશી લીધી ત્યારે માટી ભરેલા લોન ફૂટ ભર્યું હતું. અને આ લોન ફૂટ ચામુંડા નર્સરી નવાગામ ઉતારવાનું ટ્રક ચાલકે જણાવ્યું હતું. દરમિયાનમાં ટ્રકની કેબિન ઉપર ઢાંકેલી તડપતરી હટાવી તલાશી લેતા પુઠા બોક્સ મળી આવ્યા હતા. બોક્સ માથી વિદેશી દારૂની ૧૧૭ બોટલ મળી આવતા પોલીસે સુરેશ ઓધાભાઈ કાળિયાને વિદેશી દારૂની બોટલ ટ્રક,મોબાઈલ મળી કુલ રૂપિયા ૮,૮૫,૬૬૯ નાં મુદ્દામાલ સાથે ધરપકડ કરી હતી.


પોલીસે બંને શખ્સ વિરૂધ્ધ વરતેજ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવતા પોલીસે ફરાર શખ્સને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે. વિદેશી દારૂની ભરેલી ટ્રક સાથે પકડાયેલા સુરેશ ઓધાભાઈ કાળિયાએ પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે, આ વિદેશી દારૂનો જથ્થો શેઠ કિશન માડનભાઈ મકવાણા (રહે.ખારી, તા.સિહોર)એ વાપી ખાતેથી તા.૧ ડિસેમ્બર ૨૦૨૪નાં રાત્રિના સમયે ભર્યો હતો અને કિશન માડનભાઈ મકવાણા બસમાં બેસીને જતો રહ્યો હતો. આ માલ ઉતારવા અંગે ફોનથી કહેશે અથવા પોતે રૂબરૂ આવી ભાવનગર ખાતેથી લઇ જશે તેમ જણાવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application