વલસાડ જિલ્લા પોલીસની એસ.ઓ.જી.ની ટીમે વલસાડનાં ભાગડાવડા સ્થિત ગ્રીનપાર્ક ચાર વિસ્તારનાં જીન્નત નગરનાં મકાનમાં દરોડો પાંડી ગાંજો ઝડપી પાડયો હતો. આ મકાનનો ભાડુઆત મોહંમદ હસીબસાહિર સાહબકાઝી (મૂળ રહે. ફ્લેટ નંબર બી/૧૦, શાલીમાર એપાર્ટમેન્ટ, ધોબીતળાવ પોલીસ ચોકીની સામે) ગાંજો વેચતો હતો. જોકે તેની પાસેથી રૂપિયા ૩૬,૧૭૦/-ની કિંમતનો ૬.૬૧૭ કિલોગ્રામ ગાંજાનો જથ્થો, રોકડા રૂપિયા ૧,૬૯,૩૬૦/- વજનકાંટો, અને એક મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા ૨,૧૬,૦૩૦/-નો મુદ્દામાલ ઝડપી પાડયો હતો. પોલીસે આરોપીની કડકાઈથી પૂછપરછ કરતા તેણે ગાંજો સુરત વિસ્તારમાં રહેતા મોહંમદ જહીર પાસેથી ખરીદ્યો હોવાની કબુલાત કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500