Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઓનલાઈન વરલી મટકાનો જુગાર રમાડતા એક ની ધરપકડ, ત્રણ વોન્ડેટ

  • January 05, 2021 

સોનગઢના જુનાગામ પારેખ ફળીયામાં રહેતો ઈમરાન લિયાકત પઠાણ પોતાના ઓટલે બેસી વરલી મટકાનો જુગાર રમાડતા પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો.

 

 

પોલીસને મળતી માહિતી મુજબ ઈમરાન પઠાણ મોબઈલ પર વોટ્સએપ એપ દ્વારા મુંબઈથી નીકળતા વરલી મટકાના આંક પર જુગાર રમાડે છે જેની બાતમીના  આધારે પોલીસે રેડ કરતા ઈમરા ઘરેથી મળી આવ્યો હતો અને વોટ્સએપ ચેક કરતા એમાં આંકડાઓ લખેલ મળી આવ્યા હતા. પોલીસે એની પાસેથી જુગાર રમાડી ભેગા કરેલ રોકડા રૂપિયા ૧૧,૫૬૦/- અને ૦૨ મોબઈલ જેની કીંમત ૧૦,૦૦૦/- એમ મળી કુલ ૨૧,૫૬૦/-રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી લીધો હતો. આ બનાવમાં બોરીસાવરનો રાકેશ ગામિત અને સોનગઢનો પીપળ ફળીયામાં રહેતો અર્જુન મીશળ તથા આંકાડાનું કટિંગ લેનાર ભાવેશ જગદીશ શાહ રહે.આશીર્વાદ કોમ્પ્લેક્ષ, સોનગઢ ને વોન્ડેટ જાહેર કરવામાં આવ્યા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application