Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Rain update : કપરાડામાં દોઢ ઇંચ અને સાપુતારા,સુબીર અને આહવામાં કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ

  • October 12, 2021 

ભાદરવામાં ભરપૂર વરસ્યા બાદ પણ મેઘરાજાએ આસો મહિનામાં નવરાત્રિમાં રાસડા લેવાનું ચાલુ રાખ્યું છે ગઈકાલે રાત્રિથી આજે રાત્રે આઠ વાગ્યે સુધીમાં વિવિધ તાલુકાઓમાં વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજા સવારી આવી પહોંચી હતી અને સર્વાધિક કપરાડા તાલુકામાં દોઢ ઇંચ વરસાદ ખાબકી ગયો હતો. તે સુરત શહેરમાં કડાકા-ભડાકા સાથે લિંબાયત વિસ્તારમાં પોણા બે ઇંચ વરસાદ વરસી જતા લિંબાયત વિસ્તાર પાણીથી તરબોળ બન્યો હતો.

 

 

 

 

 

 દક્ષિણ ગુજરાતમાં નવરાત્રિમાં પણ મેઘ ધારા વહેવાનું શરૂ રહ્યું છે. સુરત જિલ્લામાં સતત ચાર દિવસથી છૂટાછવાયા વરસાદી ઝાપટા વરસી રહ્યા છે ત્યારે બપોરે સુરતના શહેરી વિસ્તારમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર અડધો કલાકમાં લિંબાયત વિસ્તારમાં ૪૧ મી.મી. એટલે કે પોણા બે ઇંચ વરસાદ ખાબકી ગયો હતો આ ઉપરાંત સેન્ટ્રલ ઝોનમાં ૪ મી.મી. કતારગામ ઝોન માં  ૨ મી.મી. અને અઠવા ઝોનમાં અડધો ઇંચથી વધુ ૧૫ મી.મી. વરસાદી પાણી વરસ્યું હતું બપોરના અરસામાં અચાનક વાતાવરણમાં પલટા સાથે કડાકા-ભડાકા થી વરસાદ વરસતા લિંબાયત નો વિસ્તાર પાણીથી તરબોળ બન્યો હતો જ્યારે શહેરમાં અન્ય માર્ગો ઉપર પણ પાણી વહ્યું હતું. બપોરના અરસામાં સામાન્ય હળવો વરસાદ નોંધાતા વાતાવરણમાં શીતળતા વ્યાપી ગઇ હતી ડાંગના વનાચ્છાદિત પ્રદેશ સમા ગિરિમથક સાપુતારામાં રવિવારે સહેલાણીઓને પરત ફરવા ના સમયે ધોધમાર વરસાદે ભીંજવી નાખ્યાં હતા સાપુતારામાં ૧૬ મી.મી. ડાંગના મુખ્ય મથક આહવા માં ૯ મી.મી. અને સુબીર મા ૧૩ મી.મી. વરસાદ આજે પણ વરસ્યો હતો .

 

 

 

 

આ ઉપરાંત તાપી જિલ્લાના વાલોડમાં હળવા વરસાદી ઝાપટા પડ્યા હતા.પવન સાથે વરસેલા એક ઇંચથી વધુ વરસાદ ને લઈને વાહનચાલકોને ધોળા દિવસે હેડ લાઈટો શરુ રાખી વાહન હંકારવાની નોબત આવી હતી તો માર્ગોપર સર્વત્ર પાણી પાણી થઇ ગયું હતું આ ઉપરાંત વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં દોઢ ઇંચથી વધુ એટલે કે  ૪૦ મી.મી. વરસાદ ખાબકી ગયો હતો. દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ પોતાનું સમયપત્રક જાળવી રાખ્યું હોય તેમ એક સપ્તાહથી છુટો-છવાયો ગાજવીજ સાથે વરસાદ વરસતો જોવા મળે છે જેથી નવરાત્રીમાં ખેલૈયાઓ પણ નિરાશ થઈ ગયા છે અને ખેડૂતોના ઉભા પાક માટે હાલ તો વરસાદ નુકસાનીનો કરી રહ્યો છે .

 

 

 

 

અત્રે નોંધનીય છે કે હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં હજુ ત્રણ દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદ વરસવાની આગાહી કરી છે રાજ્યમાં અત્યાર સુધીમાં સીઝનનો ૯૬ ટકા વરસાદ પડી ગયો જે અને આવતીકાલે મંગળવારે પણ સુરત. ભરૂચ. નવસારી. તાપી. ડાંગ. વલસાડ તથા દમણમાં હળવાથી મધ્યમ વરસાદ ની સંભાવના દર્શાવી છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application