Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પોલીસ સ્ટેશનના લોકઅપ માંથી ચેપટર કેશનો આરોપી PSO ની નજર ચૂકવી ફરાર

  • January 04, 2021 

નર્મદા જિલ્લાના ગરુડેશ્વર પો.સ્ટે.ના લોકઅપ માંથી આરોપી ફરાર થઈ જતા પોલીસ સ્ટેશન માં ફરજ ઉપર હાજર સૌ બેબાકળા બની ગયા હતા.

 

પ્રાપ્ત માહિતી મુજબ ગરુડેશ્વર પોલીસ સ્ટેશન માં આરોપી જ્યેન્દ્ર વિક્રમભાઈ તડવી રહે.ગરુડેશ્વર, દત્ત ફળિયું ને તા.30 ડિસેમ્બરે ચેપટર કેશ ની અરજી બાબતે લવાયો હતો અને એ.એસ.આઈ વિજયભાઈ દિવાનજી ભાઈ એ સી.આર.પી.સી કલમ ૧૦૭,૧૫૧ મુજબ તેને અટક કરી ફરજ પર હાજર પીએસઓ એ.એસ.આઇ મહેશભાઇ રમણભાઇ ને એરેસ્ટ મેમા તથા ચેપ્ટર કેશના કાગળો સાથે આરોપીને સોપેલ હોય લોકઅપ માં મુક્યા બાદ રાત્રે લોકઅપ ખોલી જમવાનું આપી તેની પાવતી બનાવતા હતા એ સમયે લોકઅપ ખોલી સરકારી ટીફીન લઇને આવેલા જતીનભાઇ લોકઅપનો દરવાજો ખોલી ટીફીન લેવા અંદર જતા આ આરોપી PSO ની નજર ચુકવી લોકપમાંથી ભાગી જતા ગરુડેશ્વર પીએસઆઇ એ.એસ.વસાવા એ આ બાબતે ફરિયાદ આપતા પોલીસે નાસી છૂટેલા આરોપી ને શોધવા કાઢવા ચક્રો ગતિમાન કર્યા હતા.(ભરત શાહ દ્વારા રાજપીપળા)

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application