Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢમાં વોટ્સઅપ પર વરલી મટકાનો જુગાર રમાડતા એક ઝડપાયો

  • October 06, 2020 

સોનગઢમાં મુંબઈ થી નીકળતા અંકો ઉપર વરલી મટકા જુગાર રમાતો હોવાની તાપી એલસીબી શાખાના હેડ કોન્સ્ટેબલ લેબજીભાઈ પરબતજીભાઈને મળેલ બાતમી આધારે આજરોજ સોનગઢના જમાદાર ફળીયામાં રેઇડ કરી હસમુખભાઈ પાટલુભાઈ ગાડગે ને ઝડપી પાડ્યો હતો,

 

 

બાદમાં પોલીસે તેનો એન્ડ્રોઇડ મોબાઈલ ફોન ચેક કરતા વોટ્સઅપ પર આંકડાઓ મોકલી આધુનિક ઢબે કોઈને ખબર ન પડે તે રીતે વરલી મટકાના જુગાર રમતા હોવાનો પોલીસ કાર્યવાહીમાં ખુલાશો થયો હતો.તાપી એલસીબી પોલીસે પકડેલા આરોપી પાસેથી રોકડ રકમ રૂપિયા 6,200/- તથા એક મોબાઈલ ફોન જેની કિંમત રૂપિયા 2,500/- મળી કુલ રૂપિયા 8,700/- નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

 

હાઇટેક રીતે સોનગઢમાં રમાતો જુગાર જીલ્લા એલસીબીએ ઝડપીને આરોપીને પૂછ પરછ કરતા સોનગઢના જમાદાર ફળીયુ,એસટી ડેપો પાછળ રહેતો ઉમેશભાઈ મનોજભાઈ ગાડગે મોબાઈલ ફોનમાં વોટ્સઅપ પર કટિંગ લઈને વરલી મટકાનો જુગાર રમતા ઉમેશભાઈ ગાડગે ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.

 

બનાવ અંગે હેડકોન્સ્ટેબલ લેબજીભાઈ પરબતજીભાઈમી ફરિયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ સોનગઢ પોલીસ મથકે ગુનો દાખલ કરી નિયમોનુસારની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application