લોકસભાની ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે ત્યારે ચૂંટણીના માહોલમાં નરોડા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં 2 દેશી કટ્ટા અને જીવતા કારતૂસ સાથે 1 આરોપીની ધરપકડ કરી છે. અમદાવાદના નાના ચિલોડા વિસ્તારમાં પોલીસને મળેલી બાતમીના આધારે એક શખ્સ ઉત્તર પ્રદેશના કાનપુરથી હથિયાર લઈને અમદાવાદ ડિલિવરી કરવા આવ્યો હતો. જોકે આ ડિલિવરી પહેલા જ નરોડા પોલીસે ગુરફાન નામના શખ્સની ધરપકડ કરી લીધી. આરોપી પાસેથી બે દેશી કટ્ટા અને 10 જીવતા કારતૂસ પણ મળી આવ્યા છે.
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે હથિયારોને ડિલિવરી અમદાવાદના દાણીલીમડામાં રહેતા ઇમરાનને કરવાની હતી. આરોપી પહેલીવાર કાનપુરથી હથિયાર ડિલિવરી કરવા માટે આવ્યો તેની કબૂલાત કરી છે. જૉકે શા માટે આ હથિયાર મંગાવવામાં આવ્યા હતા? તે અંગેની હકીકત નામનો આરોપી પકડાયા બાદ બહાર આવશે. કાનપુરથી હથિયાર લાવતા સમયે અમદાવાદ શહેરમાં ત્રણ જેટલી બસ બદલી હતી અને અમદાવાદ પહોંચ્યા હતો. હથિયાર માટે ઇમરાને રૂપિયા 40,000 પણ ચૂકવ્યા હતા. જોકે ઇમરાન નામનો શખ્સ ફરાર થઈ ગયો છે. જેને લઇને પોલીસે શોધવા માટે તજવીજ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application