વ્યારા તાલુકાના ઉનાઇ રોડ પર કપુરા ગામની સીમમાં નહેર પાસે ત્રણ સવારી જતી બાઇક સ્લીપ થઇ જતા અકસ્માત સર્જાયો હતો.જેમાં ભાનાવાડી ગામે કંસારીયા ફળિયામાં રહેતો યુવક ગંભીર રીતે ઘવાયો હતો. જેનું સારવાર દરમિયાન મોત નિપજ્યુ છે. જયારે પાછળ બેઠલ એક મહિલા અને યુવકને ઇજા થતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હોવાનો બનાવ પોલીસ મથકે નોંધાયો હતો.
મળતી માહિતી અનુસાર ગત તા.૧લી મે ૨૦૨૨ ના રોજ રાત્રીના સાડા આઠેક વાગ્યેના સમયે અમીત શાંતિલાલ ગામીત હોન્ડા યુનીકોર્ન બાઈક નંબર જીજે/૨૬/આર/૮૮૬૨ની લઇ દક્ષાબેન તથા વિરલ સાથે ભાનાવાડીથી બામણામદુર ગામે લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે ગયા હતા. વિરલ ઉકાજી ગામીત પોતાની માસીનો દિકરો અમીત તથા માસી દક્ષાબેન સાથે લગ્ન પ્રસંગમાં હાજરી આપી રાત્રીના એકાદ વાગ્યેના બામણામાળદુરથી નીકળી ઉનાઇ વ્યારા રોડ થઇને ઘરે આવતા હતા.તે વખતે વ્યારાના કપુરા ગામની સીમમાં આવેલ નહેર પાસેથી પસાર થતી વેળા એ બાઈક સ્લીપ થતા બાઈક પર સવાર ત્રણ વ્યક્તિઓ રોડ પર પટકાયા હતા.જેમાં વિરલનાં માથાના પાછળના ભાગે જ્યારે માસીનો દિકરો અમીત તથા માસી દક્ષાબેનને શરીરે ઇજા થઇ હતી. કોઈકે ૧૦૮ને જાણ કરતા ૧૦૮ની મદદથી ત્રણેય વ્યક્તિઓને સારવાર અર્થે વ્યારા જનરલ હોસ્પીટલમાં ખસેડાયા હતા.
વિરલ ગામીત ની હાલત ગંભીર હોય સુરત સીવીલ રીફર કરવામાં આવ્યો હતો. તબીયત વધુ બગડતા વધુ સારવાર માટે સુરત મીશન હોસ્પીટલ ખાતે દાખલ કર્યા હતા.જયાં ત્રણેક દિવસ સુધી સારવાર ચાલી હતી, પણ તબીયતમાં સુધારો ન થતા તા.ચોથી મે ૨૦૨૨ના રોજ સાંજના સાતેક વાગ્યેના સુમારે વ્યારા જનરલ હોસ્પીટલ પરત લઇ આવી સારવાર માટે દાખલ કર્યા હતા. ત્યાં સારવાર દરમ્યાન મોત નિપજ્યુ હતુ. જેથી ચાલક અમીત શાંતીલાલ ગામીત રહે.ભાનાવાડી ગામ કંસારીયો ફળીયુ તા.વ્યારા જી. તાપી વિરૂધ્ધમાં પોલિસે ગુન્હો નોંધી વધુમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500