Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ફરી એકવાર કેમિકલમાંથી ડ્રગ્સ બનાવતું પ્રોશેસિંગ યુનિટ જપ્ત કરાયું

  • December 07, 2022 

વડોદરામાં ફરી એકવાર ડ્ર્ગ્સ બનાવવા માટે વપરાતું કેમિકલ જપ્ત કરવામાં આવ્યું છે. પ્રોશેસિંગ યુનિટમાંથી 100 કિલો કેમિકલ જપ્ત કરવામાં આવ્યું છે. ડ્રગ્સ મામલે ગુજરાતના ગૃહ વિભાગ દ્વારા સફાયો બોલાવવામાં આવી રહ્યો છે,છાસવારે ડ્રગ્સ ઘટનાઓ બની રહી છે ત્યારે એસઓજીથી લઈને એટીએસ દ્વારા આ ઘટનાઓને અંજામ આપવામાં આવી રહ્યો છે.



તાજેતરમાં જ ATSએ વડોદરા નજીક સિંધરોટમાં દરોડા પાડીને આશરે રૂ. 500 કરોડની કિંમતનું MD ડ્રગ્સ જપ્ત કર્યું હતું. આ દરોડા બાદ વડોદરા શહેરમાંથી ડ્રગ્સ અને ડ્રગ્સ બનાવવા માટે વપરાતા કેમિકલ ભરેલા બેરલ પણ જપ્ત કરવામાં આવ્યા હતા. દરમિયાન એટીએસની ટીમે સિંધરોટમાં પણ દરોડો પાડ્યો હતો. ટીમે કેમિકલ ભરેલા વધુ બેરલ કબજે કર્યા હોવાની વિગતો બહાર આવી છે.અગાઉ તાજેતરમાં જ 477 કરોડનો મુદ્દા માલ પકડાયો હતો. જેમાં 5 શખ્સની ધરપકડ કરવામાં આવી હતી. જેમાંથી પૂછપરછ કરતા 80 કરોડ જેટલું ડ્રગ્સ વધુ પકડવામાં આવ્યું હતું.



ત્યારે વધુ સઘન પૂછપરછ કરાતા વધુ એક ફેક્ટરી કેમિકલને લઈને સિંધરોટમાં પકડાઈ છે. આરોપીઓની પૂછપરછ કરતા આ ઘટસ્ફોટ થયો હતો. પ્રોશેસિંગમાં રો મટિરીયલ પકડી પાડવામાં આવ્યું છે. 1.5 મહિલા પહેલા અહીં પણ કામ કરવામાં આવ્યું હતું.આ કન્સાઈનમેન્ટ મુંબઈથી દુબઈ લઈ જવાનું હતું. કેમિકલમાંથી એમડી ડ્રગ્સ બનાવતા હતા. આમ ડ્રગ્સ મામલે એક પછી એક ખુલાસાઓ થઈ રહ્યા છે અને યુનિટો પકડાઈ રહ્યા છે. ગુજરાતના ગૃહ વિભાગ દ્વારા ડ્રગ્સ મામલે સઘન કામગિરી કરવામાં આવી રહી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News