ભાજપ નો દબદબો ધરાવતી ગણદેવી વિધાનસભા બેઠક ઉપર ફરી એકવાર કમળ ખીલ્યું છે. ભુપેન્દ્ર પટેલ સરકાર માં કેબિનેટ મંત્રી રહી ચૂકેલા નરેશ પટેલ ની ભવ્ય જીત થતા ગણદેવી બેઠક ઉપર ભાજપ નો દબદબો યથાવત રહ્યો હતો.
નવસારી જિલ્લા ની આરક્ષિત બેઠકો પૈકી ની એક ગણદેવી બેઠક વર્ષો થી ભાજપ ના કબજા માં છે. આ બેઠક ઉપર કોંગ્રેસે બીલીમોરા પાલિકામા નગરસેવક રહેલા અશોક પટેલ ને ટીકીટ આપી ચૂંટણી જંગ માં ઉતાર્યા હતા.તો સામે ભાજપે રાજ્ય સરકાર માં કેબિનેટ મંત્રી રહેલા નરેશ પટેલ ને રિપીટ કર્યા હતા.
વર્ષ 2017 ની ચૂંટણી માં ભારે બહુમતી સાથે વિજેતા જાહેર થયેલા નરેશ પટેલ નો આત્મવિશ્વાસ ઓર વધ્યો હતો. ચીખલી ગણદેવી અને ખેરગામ મળી ત્રણ તાલુકા માં વ્યાપ ધરાવતી ગણદેવી વિધાનસભા બેઠક ઉપર જીત માટે નરેશ પટેલ ને પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યા હતા.
ત્યારે 8મી ડીસેમ્બરે જાહેર થયેલા પરિણામો માં નરેશ પટેલે ગણદેવી બેઠક ના તમામ રેકોર્ડ તોડી પ્રચંડ જીત મેળવી હતી. જાહેર થયેલા પરિણામો માં નરેશ પટેલ ને જિલ્લા માં સૌથી વધુ 92829 મતો ની પ્રચંડ લીડ સાથે વિજેતા જાહેર કરાયા હતા.જેને કારણે કોંગ્રેસ ના ઉમેદવાર અશોક પટેલે કારમા પરાજય નો સામનો કરવો પડ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application