રાજસ્થાનના કોટામાંથી ફરી એકવાર આપઘાતનો મામલો સામે આવ્યો છે. તનવીર મૂળરૂપે ઉત્તરપ્રદેશના મહારાજગંજનો રહેવાસી હતો. જોકે 21 વર્ષીય મોહમ્મદ તનવીર 12મું ધોરણ પાસ કર્યા બાદ NEETની તૈયારી કરી રહ્યો હતો. તેના પિતા કોટામાં જ એક કોચિંગ સેન્ટરમાં શિક્ષક હતા. આપઘાત પાછળના કારણની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસે મૃતદેહને પોસ્ટમાર્ટમ માટે મોકલી દીધો છે. મૃતકના પરિવારજનોથી પૂછપરછ કરવામાં આવી રહી છે. તનવીર એક વર્ષથી કોટામાં રહેતો હતો અને સ્વ-અભ્યાસ કરતો હતો. તેના પિતા અને બહેન પણ તેની સાથે રહેતા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે, આપઘાતના સમયે બહેન ઘરમાં હાજર હતી. કોટમાં જાન્યુઆરીથી લઈને અત્યાર સુધી આ વર્ષે 27 વિદ્યાર્થીઓ આપઘાત કરી ચુક્યા છે. ઓગસ્ટ અને સેપ્ટેમ્બર મહિનામાં 9 વિદ્યાર્થીઓએ આપઘાત કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application