યાત્રાધામ પાવાગઢમાં ફરી એક વખત મોટો અકસ્માતના સમાચાર મળી રહ્યા છે. વિશ્રામ કુટિર ઉતારવાની કામગીરી દરમ્યાન ફરી એક મોટો અકસ્માત થયો છે. ફરી એક વખત વિશ્રામકુટીરનો ઢાંચો તૂટતા શ્રમિકો દબાયા હોવાના સમાચાર મળી રહ્યા છે. આ અકસ્માતમાં 3 શ્રમિકો દબાયા હોવાના અહેવાલ છે, હાલ ત્રણેય શ્રમિકોને હાલોલ રેફરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. જ્યારે અતિ ગંભીર ઇજાગ્રસ્ત 2 શ્રમિકોને રીફર કરાયા છે.
પોલીસ અને વહીવટી તંત્ર ઘટનાની જાણ થતાં સ્થળ પર પહોંચી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી તમને જણાવી દઈએ કે એક અઠવાડિયા પહેલા જ આવા જ અકસ્માત થયો હતો, જેમાં એક મહિલાનું મોત અને 9 યાત્રિકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.
અત્રે નોંધનીય છે કે, એક અઠવાડિયા પહેલા જ પાવાગઢના માચી ખાતે દુર્ઘટના સર્જાઈ હતી. અહીં માઈ ભક્તો માટે બનાવવામાં આવેલ વિશ્રામ કુટિરનો ઘુમ્મટ તૂટ્યો હતો. જેમાં 10થી વધુ લોકો દટાયા છે અને એક મહિલાનું મોત થયું હતું. પથ્થરથી બનાવેલો ઘુમ્મટ ધરાશાયી થતાં આ ગમખ્વાર દુર્ઘટના બની હતી. એટલું જ નહીં, 2 બાળકો અને 3 મહિલાઓ સહિત 10 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.
માચીમાં યાત્રાળુઓના વિશ્રામ માટે પથ્થરની કુટિર બનાવામાં આવી રહી હતી. જો કે કેટલાક યાત્રાળુઓ વિશ્રામ માટે અહીં રોકાયા હતા. પાવાગઢમાં બનેલી દુર્ઘટનામાં 10થી વધુ લોકો પથ્થરનાં કાટમાળ નીચે દબાતા ઇજાગ્રસ્ત થયા હતા,જેમણે તાત્કાલિક સ્થાનિકો દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યુ હતુ. જે પછી ઇજાગ્રસ્તોને સારવાર માટે હાલોલની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. લોકચર્ચા ચાલી રહી છે કે,પાવાગઢના માંચી ખાતે અચાનક બદલાયેલા વાતાવરણ બાદ શરૂ થયેલા વરસાદ બાદ આ દુર્ઘટના ઘટી હોવાનું સામે આવ્યુ હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500