Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ફરી એકવાર ગુજરાતના દરિયા કિનારેથી 6 પાકિસ્તાનીઓની ડ્રગ્સ સાથે ધરપકડ

  • March 12, 2024 

ગુજરાતને ફરીથી નશીલું બનાવવાનો કારસો રચાયો છે. હજું થોડાક દિવસ પહેલા જ નશીલા પદાર્થનો મોટો જથ્થો પકડાયો હતો. ત્યાં ફરી એકવાર ગુજરાતના દરિયા કિનારેથી અંદાજિત 480 કરોડ રૂપિયાના 70થી 80 પેકેટ ડ્રગ્સ ઝડપાતા ખળભળાટ મચી ગયો છે. ગુજરાત ATS, કોસ્ટગાર્ડ અને NCBનું સયુંકત ઓપરેશનમાં 6 પાકિસ્તાનીઓની ડ્રગ્સ સાથે ધરપકડ કરવામાં આવી છે. સંયુક્ત ઓપરેશન પાર પાડ્યા બાદ ડ્રગ્સ અને આરોપીઓને ગુજરાત દરિયા કાઠે લાવવામાં આવશે.



આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, ગુજરાત ATS, કોસ્ટ ગાર્ડે, એજન્સીઓને ચોક્કસ બાતમીના આધારે સોમવારે અરબી સમુદ્રમાં એક સંયુક્ત ઓપરેશન હાથ ધરાયું હતું. જેમાં ICGએ તેના ડોર્નિયર એરક્રાફ્ટને સંભવિત વિસ્તારોમાં બોટને સ્કેન કરવા અને તેને શોધવાનું કામ હાથ ધર્યું હતું. તપાસ કર્યા પછી ICG જહાજો, NCB અને ATS ગુજરાતની ટીમો સાથે સ્થળ પર પહોંચ્યા હતાં. જ્યાં અંધારામાં શંકાસ્પદ રીતે આગળ વધી રહેલી બોટની ઓળખ કરી હતી.  ગુજરાત ATS, કોસ્ટ ગાર્ડે, એજન્સીઓએ 11 અને 12 માર્ચે રાત્રે 6 ક્રૂ અને નાર્કોટિક્સ ઓનબોર્ડ સાથે એક પાકિસ્તાની બોટને પકડી લીધી હતી, જે ડ્રગ્સની કિંમત આશરે રૂ. 480 કરોડ હોવાનું મનાઈ રહ્યું છે. આ સંયુક્ત ઓપરેશનમાં પોરબંદરથી અરબી સમુદ્રમાં લગભગ 350 કિ.મી દૂર બોટને પકડવામાં આવી હતી. ત્યારબાદ તપાસ કરતા બોટમાં છ ક્રૂ સાથે પાકિસ્તાની બોટ હોવાનું જાણવા મળ્યું હતું. વધુ તપાસ માટે પોરબંદર લાવવામાં કામગીરી હાથ ધરાઈ હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application