સુરતની લાજપોર જેલ ફરીથી વિવાદમાં આવી છે. ફરી એકવાર લોજપોર જેલમાંથી મોબાઈલ ફોન સાથે કેદીઓ પકડાયા છે. જેમાં લાજપોર સેન્ટ્રલ જેલમાંથી ચાર મોબાઈલ પકડાયા છે. જેમાં કેદીએ ગુદા માર્ગે છુપાવેલા ચાર મોબાઈલ ફોન ઝડપાયા છે.
આ અંગેની માહિતી અનુસાર, સુરતની લાજપોર જેલમાંથી એકસાથે ચાર મોબાઈલ મળી આવ્યા છે. જેમાં બંદીવાની સુલતાનઅલી ગુલામઅલી શેખનું વર્તણૂક શંકાસ્પદ લાગી હતી. જેમાં કેદીને સુરત કોર્ટથી લાજપોર જેલમાં પરત ફર્યો હતો. જે પછી તેનું વર્તણૂક શંકાસપ્દ હતું. આ વચ્ચે આરોપીને લાજપોર જેલના દવાખાના ખાતે લઈ ગયા હતા. જે પછી જેલમાં ફરજ પરના ડોક્ટર અને મેડીકલ સ્ટાફે કામગીરીકરી હતી.
આ પછી આરોપીના ગુદાના ભાગેથી 4 મોબાઇલ ફોન કાઢ્યા હતા. જેમાં પ્રાથમિક માહિતી અનુસાર, કોર્ટમાં ગયો ખાલી હાથ ગયો કેદી લાવ્યો ચાર મોબાઈલ આવ્યા કઈ રીતે તેના સામે સવાલ ઊભા થઈ રહ્યા છે. 4 મોબાઈલ ફોન લઈને જેલ પહોંચતા અનેક પ્રશ્નો ઊભા થયા છે.
લાજપોર સેન્ટ્રલ જેલ બહાર સેટિંગ ચાલી રહ્યું હોવાનું ફ્લિત થયું છે. જે અગાઉ લાજપોર જેલમાંથી દારૂના ઓર્ડર અપાયા હતા. તેમજ આ અગાઉ લાજપોર જેલમાંથી ડ્રગ્સ મંગાવાયું હતું. જેલની અંદર રહેલા કેદીઓનું જાપ્તા પોલીસની કામગીરી સામે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે. આરોપીની પાસે મોબાઈલ ફોન ઘણાં સવાલો ઊભા થઈ રહ્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500