Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી જિલ્લામાં 'સુશાસન સપ્તાહ'ના બીજા દિને પાણી પુરવઠાના રાજ્યમંત્રીના અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો

  • December 26, 2021 

ભારતના પૂર્વ વડાપ્રધાન અને ભારત રત્ન સ્વ.અટલ બિહારી વાજપેયની જન્મજયંતિ નિમિત્તે રાજ્ય સરકારે તા.૨૫ થી ૩૦ ડિસેમ્બર દરમિયાન “સુશાસન સપ્તાહની ઉજવણી”ની રાજ્ય વ્યાપી ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ઉપલક્ષ્યમાં આજ રોજ તાપી જિલ્લાના ડૉ.શ્યામા પ્રસાદ ટાઉન હોલ ખાતે પાણી પુરવઠાના રાજ્યમંત્રી જીતુભાઇ ચૌધરીના અધ્યક્ષ સ્થાને સુશાસન સપ્તાહની ઉજવણી અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. 


અધ્યક્ષસ્થાનેથી મંત્રીએ ગુજરાત રાજ્યને વિકાસનું ગ્રોથ એંજીન તરીકે ઓળખાવતા જણાવ્યું હતું કે, વિકાસનું ગ્રોથ એંજીન એટલે ગુજરાત, તમામ ક્ષેત્રે વિકાસની હરણફાળ ધરાવતા રાજ્ય સરકારના સુશાસનના જનસેવા કાર્યોના સેવાયજ્ઞમાં સુશાસન સપ્તાહ દરમિયાન સમગ્ર રાજ્યમાં વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહુર્ત થનાર છે. વધુમાં તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ત્વરિત નિર્ણયશક્તિને આવકારી મિશન અને વિઝનના લક્ષ્ય દ્વારા ગુજરાતની આગવી ઓળખ ઉભી કરી છે એમ ઉમેર્યું હતું. તેમણે સુસાશન સપ્તાહના ઉજવણીના મહત્વને સમજાવી આજના દિને વ્યારા નગરપાલિકાના બીજો માળ કુલ ૭૬.૧૮ લાખના ખર્ચે નવનિર્મીત કોન્ફરન્સ હોલ, ૩૮.૦૦ લાખના ખર્ચે પરિપૂર્ણ કરેલ જુનુ બસ સ્ટેન્ડ રીનોવેશનની કામગીરી અને આર્ટસ એંડ કોમર્સ કોલેજ ખાતે પીકઅપ બસ સ્ટેન્ડના નીર્માણ માટે નગરજનોને અભિનંદન પાઠવ્યા હતા. અંતે તેમણે તાપી જિલ્લા સહિત વ્યારા સુંદર અને શાંત બને અને દરેક જરૂરીયાતમંદ વ્યક્તિ સરકારી યોજનાઓનો લાભ લઇ વિકાસની યાત્રામાં આગળ વધે તેવી શુભકામનાઓ પાઠવી હતી. 


સાંસદ પરભુભાઇ વસાવાએ આ પ્રસંગે સરકારશ્રીના અભિગમને બિરદાવતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર ગરીબો અને છેવાડાના લોકોની સુખકારી માટે સતત પ્રયત્નશિલ છે. તેમણે સરકારના ત્રણ-R “Reduce, Reproduce and Recycle” ના સુત્રને અપનાવી તાપી જિલ્લો સુવ્યવસ્થિત વિકાસનો અરીસો બન્યો છે. વેસ્ટ મેનેજમેન્ટ માટે તૈયાર કરેલ મોડેલ માટે આખા દેશમાં તાપી જિલ્લો અને ગુજરાતનું નામ પ્રખ્યાત છે એમ ઉમેર્યું હતું. વધુમાં તેમણે તાપી નદી માતા સમાન હોય તેમા ગંદુ પાણી ન ઠલવાઇ તેની ખાસ તકેદારી રાખી વેસ્ટ મેનેજમેન્ટ માટે નક્કર પગલા લેવા અપીલ કરી હતી. 

કાર્યક્રમમાં ન.પા.પ્રમુખએ વ્યારા અને સોનગઢના વિકાસના કામો અંગે માહિતી આપતા જ્ણાવ્યું હતું કે, નેશનલ અર્બન લાઈવલી હુડ મિશન અંતર્ગત વ્યારા નગરપાલિકા દ્વારા ૨૦ લાભાર્થીઓને અને સોનગઢ નગરપાલિકા દ્વારા ૮ લાભાર્થીઓને સ્વરોજગાર પેટે લોન આપી, પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ વ્યારા નગરપાલિકા દ્વારા ૩૫૧ લાભાર્થીઓ અને મંજુર કરવામાં આવેલ છે. જેમાંથી કુલ-૧૬૩ લાભાર્થીઓના આવાસ અત્યાર સુધીમાં પૂર્ણ થયેલ છે. જયારે સોનગઢ નગરપાલિકા દ્વારા કુલ - ૩૮૬ લાભાર્થીઓ મંજુર કરી તેમાંથી કુલ-૧૫૪ લાભાર્થીઓના આવાસ પૂર્ણ થયેલ છે. આ તમામ લાભાર્થીઓને સરકારશ્રી દ્વારા રૂ. ૩.૫૦ લાખની સહાય આપવામાં આવેલ છે. પીએમ સ્વનિધી યોજના હેઠળ વ્યારા અને સોનગઢ નગરપાલિકા ૮૨૧ લાભાર્થીઓની લોન મંજુર અને ૪૫૭ લાભાર્થીઓને લોનની ચુકવણી કરવામાં આવેલ છે. સ્ટ્રીટ વેન્ડર એકટ-૨૦૧૪ અંતર્ગત શહેરી શેરી ફેરિયાઓને પ્રમાણપત્ર વ્યારા નગરપાલિકા દ્વારા ૩૨૮ અને સોનગઢ નગરપાલિકા દ્વારા ૪૩૭ એનાયત કરવામાં આવેલ છે. 


આ ઉપરાંત “રેગ પીકર્સ શ્રમજીવી આર્થિક વિકાસ યોજના” હેઠળ “પ્લાસ્ટીક મુક્ત ગુજરાત" માટે રેગ પીકર્સ શ્રમજીવીઓને પ્લાસ્ટીક ઘન કચરા વ્યવસ્થાપનની કામગીરીમાં સાંકળી લઇ એક કિલો દીઠ રૂ.૩/- લેખે તેમના આધાર સીડેડ બેંક એકાઉન્ટમાં સીધી ડાયરેક્ટ બેનફીટ ટ્રાન્સફર કરવામાં આવ્યા છે એમ પણ ઉમેર્યું હતું. કાર્યક્રમમાં અધ્યક્ષ જીતુભાઇ ચૌધરીના હસ્તે વ્યારા નગરપાલિકાના કોન્ફરન્સ હોલ, જુનુ બસ સ્ટેન્ડ રીનોવેશનની કામગીરી અને આર્ટસ એંડ કોમર્સ કોલેજ ખાતે પીકઅપ બસ સ્ટેન્ડના નીર્માણ માટે ઇ-લોકાર્પણ કરી તક્તી અનાવરણ કરવામાં આવી હતી. શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ વિભાગની વિવિધ યોજનાઓના લાભાર્થી ભાઇ-બહેનોને સહાય પત્રો, પ્રમાણ પત્રો, ચેક અને કીટ પણ મહાનુભાવોના હસ્તે વિતરણ કરવામાં આવી હતી. 




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application