Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

આહવા ખાતે ૭૩માં ગણતંત્ર દિવસ નિમિત્તે કલેક્ટરએ રાષ્ટ્રધ્વજ ફરકાવી પ્રજાજોગ ઉદ્દબોધન કર્યુ

  • January 27, 2022 

કૃષિ, ઉદ્યોગ અને સેવાના ત્રિવેણી સંગમ સાથે ગુજરાત, વિકાસની નવતર કેડી કંડારી રહ્યુ છે. તેમ ડાંગ કલેક્ટર ભાવિન પડયાએ ૭૩મા ગણતંત્ર દિવસે રાષ્ટ્રધ્વજ ફરકાવી તેમના પ્રજાજોગ ઉદબોધનમા જણાવ્યુ હતુ. દેશ સમસ્તની જેમ ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા સ્થિત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા પ્રજાસત્તાક પર્વના સાદગીપૂર્વકના, પરંતુ ગરિમાપૂર્ણ કાર્યક્રમ દરમિયાન ક્લેક્ટરએ રાજય સરકારની નવી ઊર્જાવાન ટિમ ગુજરાતે સત્તાને સેવાનુ માધ્યમ બનાવતા, કોરોના મહામારીના કપરા કાળમા, કુદરતી વિપદાઓ વચ્ચે પણ વિકાસ અને સેવાના કાર્યોને આગળ ધપાવી પ્રજાજનોને સુશાસનનો પરિચય આપ્યો છે તેમ જણાવ્યુ હતુ.ગુજરાતના જાહેર સ્વાસ્થ્યની જાળવણી અર્થે રાજ્ય સરકારે ટેસ્ટિંગ, ટ્રેકિંગ, ટ્રીટમેંટ, અને વેકસીનેસનના ચોતરફા આયામો હાથ ધર્યા છે, તેમ જણાવતા ક્લેક્ટરએ સુશાનનનુ ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડતા પ્રજાહિતના અનેકવિધ નિર્ણયો લઈને, રાજ્ય સરકારે વંચિતો સુધી વિકાસ અને સેવાના ફળ પહોંચાડયા છે તેમ ઉમેર્યુ હતુ. દેશના સૌ પ્રથમ પ્રાકૃતિક ખેતી કરતા જિલ્લાનુ ગૌરવ પ્રાપ્ત કરનારા ડાંગ જિલ્લાને, પ્રધાનમંત્રીશ્રીની 'હર ઘર નલ' યોજનામા પણ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત થયો છે, તેમ જણાવતા કલેક્ટરએ શિક્ષિત અને વિકસિત ગુજરાતની નેમ સાથે આગળ વધી રહેલા ગુજરાનના વિકાસમા, સૌના સાથ-સોના વિકાસના મંત્રને આત્મસાત કરી સહયોગી બનવાની અપીલ કરી હતી. કલેક્ટરએ ડાંગના પ્રજાજનોને રાજ્ય સરકારવતી પ્રજાસત્તાક પર્વની શુભકામનાઓ પણ પાઠવી હતી. ડાંગ જિલ્લાના ગણતંત્ર દિવસ ઉજવણી કાર્યક્રમ દરમિયાન કલેક્ટર સહિતના મહાનુભાવોના હસ્તે આહવા તાલુકાના વિકાસ કામો માટે રૂપિયા ૨૫ લાખ, તથા વઘઈ અને સુબીર તાલુકાના વિકાસ માટે રૂપિયા પાંચ પાંચ લાખના ચેકો એનાયત કરાયા હતા.દરમિયાન સુબીર તાલુકાના પંપા સરોવર ખાતે ડૂબતા બાળકોને બચાવનારા રાજ્ય પરિતોષિક વિજેતા પોલીસ બેડાના બહાદુર જવાનોનુ પણ અદકેરું સન્માન કરાયુ હતુ. તો આરોગ્ય વિભાગના 'કોરોના વોરિયર્સ' ના સન્માન સાથે ૧૦૮-ઈમરજન્સી સેવાના કર્મયોગીઓ, શ્રેસ્ઠ શિક્ષકો, તેજસ્વી વિદ્યાર્થીઓ, અને રમતવીરોનુ પણ જાહેર અભિવાદન કરાયુ હતુ. કાર્યક્રમના ભાગરૂપે પોલીસ અને ફોરેસ્ટ ફોર્સના જવાનોની શિસ્તબદ્ધ પરેડ, તથા માર્ચ પાસ્ટ પણ કલેક્ટર સહિતના મહાનુભાવોએ નિહાળી હતી. કાર્યક્રમના અંતે મહાનુભાવોએ વૃક્ષારોપણ પણ કર્યુ હતુ. કાર્યક્રમ સ્થળે આરોગ્ય વિભાગ દ્વારા વેક્સિનેસન અને ટેસ્ટિંગની સ્પેશિયલ ડ્રાઈવ પણ હાથ ધરવામા આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application