Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

HPCL કંપનીનાં 49માં સ્થાપના દિવસ નિમિત્તે CSR એક્ટિવિટી અંતર્ગત લેબરરૂમના આધુનિકીકરણ માટે 11 જેટલાં વિવિધ સાધનો પુરાં પાડ્યાં

  • July 16, 2023 

એસ્પિરેશનલ નર્મદા જિલ્લામાં નાગરિકોના આરોગ્ય લક્ષી સુખાકારી માટે પ્રધાનમંત્રી-આયુષ્માન ભારત યોજના અંતર્ગત રાજપીપલા શહેરના નાગરિકોની આરોગ્ય સેવાઓને વધુ સુદ્રઢ બનાવવાના ઉમદા આશય સાથે જિલ્લા વિકાસ અધિકારીશ્રી અંકિત પન્નુના માર્ગદર્શન હેઠળ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા અર્બન હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર-૨ શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં સગર્ભા માતા, પ્રસુતિ તથા પ્રસુતિ પછીની સારસંભાળ, નવજાત શિશુ અને ૦૧ વર્ષથી નાના બાળકોની આરોગ્ય સારસંભાળ, ડાયાબિટીસ, હાયપરટેન્સન, કેન્સર જેવા નોન કોમ્યુનિકેબલ રોગોનું નિદાન અને સારવાર, શારીરિક અને માનસિક આરોગ્યને લગતી બિમારીઓનું નિદાન સહિત ટ્રોમા અને ઇમરજન્સી પ્રાથમિક સેવાઓ લોકોને મળી રહી છે.



આ હેલ્થ સેન્ટરમાં તબક્કાવાર સુવિધાઓમાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે ત્યારે એચપીસીએલ કંપની દ્વારા સીએસઆર એક્ટિવિટીના ભાગરૂપે વધુ એક સુવિધા અહીં પુરી પાડવામાં આવી છે. એચપીસીએલ કંપનીના ૪૯મા સ્થાપના દિવસની ઉજવણી અને ૫૦મા ગૌરવશાળી વર્ષમાં પ્રવેશ સમયે વડોદરા રિટેલ રિજિયન દ્વારા નર્મદા જિલ્લામાં શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-રાજપીપળા ખાતે CSR પહેલ અંતર્ગત લેબર રૂમના આધુનિકીકરણ અને અપગ્રેડેશન માટે ૧૧ જેટલાં વિવિધ સાધનો આપવામાં આવ્યાં છે. આ સાધનો માતા અને બાળકની સુરક્ષા, સુરક્ષિત ડિલિવરી તેમજ પ્રસૂતિ પછીની સારસંભાળની સુવિધાઓ પુરી પાડે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application