Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢ નગરમાં ‘રામનવમી જન્મોત્સવ’ નિમિત્તે આજરોજ જિલ્લા પોલીસ વડાની અધ્યક્ષતમાં ફૂટ પેટ્રોલિંગનું આયોજન કરાયું

  • April 16, 2024 

સોનગઢ નગરમાં તારીખ 17/04/2024નાં રોજ ઉજવવામાં આવનાર ‘રામનવમી જન્મોત્સવ’ ઉજવણી નિમિત્તે સોનગઢ ખાતે સોનગઢ શ્રીરામ નગરથી નીકળી ઓટા ચાર રસ્તા, સેન્ટ્રલ ચાર રસ્તા, બસ સ્ટેશન થઈ દેવજીપુરા શ્રીરામ મંદિર સુધી શોભાયાત્રા કાઢવામાં આવનાર છે જેના અનુસંધાને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને કોઈ  અનીચ્છીનીય બનાવ ન બને તે હેતુથી આજરોજ સોનગઢ નગરમાં પોલીસ અધિક્ષકશ્રી રાહુલ પટેલ તાપી વ્યારાના અધ્યક્ષ સ્થાને ફૂટ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવેલ હતું જે ફૂટ પેટ્રોલિંગમાં ડી.વાય.એસ.પી. આઈ.એન.પરમાર તથા પી.આઇ. ડી.એસ. ગોહિલ, એમ.એમ.ગિલાતર, ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એન.જી.પાંચાણી એલ.સી.બી. તાપી CPI વી.યુ.પાડવી તથા પી.એસ.આઇ. કે.આર.ચૌધરી, એ.સી.ચૌધરી, કે.આર.પટેલ, પી.એમ.ચૌધરી તથા એન.પી.ગરાસિયા એસ.ઓ.જી. તથા અન્ય પોલીસ અધિકારી, કર્મચારી, TRB/GRD સભ્યો દ્વારા આયોજિત કરવામાં આવેલ હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application