Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

આજે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીનો જન્મદિવસ : જન્મદિન નિમિત્તે તારીખ ૧૭ સપ્ટેમ્બરથી ગાંધી જયંતિ તારીખ ૨ ઑક્ટોબર સુધી 'નમો વિકાસ ઉત્સવ' હેઠળ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાશે

  • September 17, 2023 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના જન્મદિને રાજધાની દિલ્હીમાં 'ભારત મંડપમ્' પછી હવે રૂપિયા ૨૫,૦૦૦ કરોડના ખર્ચે તબક્કાવાર બનનારા 'યશોભૂમિ' સેન્ટરનું ઉદ્ધાટન કરશે. ઈન્ડિયા ઈન્ટરનેશનલ કન્વેન્શન એન્ડ એક્સ્પો સેન્ટર 'યશોભૂમિ' નામથી પણ ઓળખાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે સેન્ટરના પ્રથમ તબક્કામાં તૈયાર થયેલા આ એક્સ્પો સેન્ટરને દુનિયા માટે ખુલ્લો મુકશે. આ સાથે વડાપ્રધાન રવિવારે વિશ્વકર્મા યોજના પણ લોન્ચ કરશે. જેની જાહેરાત સ્વતંત્રતા દિને કરાઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે ભાજપ અને કેન્દ્ર સરકાર દ્વારા 'નમો વિકાસ ઉત્સવ' અને વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં રૂપિયા ૨૫,૦૦૦ કરોડના ખર્ચે એશિયાનું સૌથી મોટું આંતરરાષ્ટ્રી પ્રદર્શન કેન્દ્ર બની રહ્યું છે, જે 'યશોભૂમિ' નામથી ઓળખાશે. આ ઈન્ડિયા ઈન્ટરનેશનલ કન્વેન્શન એન્ડ એક્સ્પો સેન્ટરનો પહેલો તબક્કો રૂપિયા ૫,૪૦૦ કરોડના ખર્ચે તૈયાર થઈ ગયો છે.



આ સેન્ટરનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે રવિવારે ઉદ્ધાટન કરવામાં આવશે. આ સેન્ટર કુલ ૮.૯૦ લાખ ચો.મીટરમાં ફેલાયેલું છે અને તેનો કન્સ્ટ્રક્શન એરિયા ૧.૮૦ લાખ ચો.મીટર હશે. આ સેન્ટરમાં કુલ બેઠક ક્ષમતા ૧૧,૦૦૦ લોકોના બેસવાની ક્ષમતા છે, જે વર્ષ ૨૦૨૫ સુધીમાં તૈયાર થઈ જશે, પરંતુ તેના પહેલા તબક્કાનું ઉદ્ધાટન રવિવારે થશે. આ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આઈજીઆઈ એરપોર્ટ સુધી જતી મેટ્રોની એક્સપ્રેસ લાઈનનું પણ ઉદ્ધાટન કરશે. એક્સપ્રેસ લાઈન પર મેટ્રોની ગતિ પ્રતિ કલાક ૯૦થી ૧૨૦ કિ.મી. થશે. દરમિયાન વડાપ્રધાન મોદીના જન્મદિન નિમિત્તે કેન્દ્ર સરકાર રવિવારથી 'આયુષ્માન ભવ' અભિયાન શરૂ કરશે. આ અંગે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે, સામાન્ય જનતાની સ્વાસ્થ્ય સંભાળ અંગે આ અભિયાન શરૂ કરાઈ રહ્યું છે.



આયુષ્યમાન ભવ અભિયાનની શરૂઆત રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ કરી હતી. આ યોજના ત્રણ તબક્કામાં કામ કરશે, જેમાં આયુષ્યમાન તમારા દ્વારે ૩.૦, આયુષ્યમાન મેળો, અને આયુષ્યમાન સભાનો સમાવેશ થાય છે. આ સમય દરમિયાન સ્વાસ્થ્ય અને કલ્યાણ કેન્દ્રો અને સામુદાયિક સ્વાસ્થ્ય કેન્દ્રો પર આયુષ્યમાન મેળો અને દરેક ગામ અને પંચાયતમાં આયુષ્યમાન સભા જેવા કાર્યક્રમ યોજવામાં આવશે. આ અભિયાન હેઠળ શહેર અને ગામના લોકોના કાર્ડ બનાવાશે. આ અભિયાન ૧૭ સપ્ટેમ્બરથી શરૂ થશે અને બે ઓક્ટોબર ગાંધી જયંતિના દિવસે પૂરું થશે. દરમિયાન વડાપ્રધાન મોદીએ સ્વતંત્રતા દિને વિશ્વકર્મા યોજનાની જાહેરાત કરી હતી.



આ યોજના રવિવારે લોન્ચ કરાશે. આ યોજના અંગે ૨૦૨૩-૨૪ના બજેટમાં અંદાજે રૂપિયા ૧૩,૦૦૦ કરોડની ફાળવણી કરાઈ હતી. આ યોજના હેઠળ વર્ષ ૨૦૨૭-૨૮ સુધી ખર્ચ કરાશે. દેશના કારીગરોના પારંપરિક કૌશલ્યને પ્રોત્સાહન આપવા અને તેમને આર્થિક મદદ કરવા માટે આ યોજના શરૂ કરાઈ છે. દરમિયાન ભાજપ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે રવિવારે ૧૭ સપ્ટેમ્બરથી ગાંધી જયંતિ ૨ ઑક્ટોબર સુધી 'નમો વિકાસ ઉત્સવ' હેઠળ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાશે, જેમાં બાઈક રેલી, રક્તદાન કેમ્પ, હેલ્થ કેમ્પ સહિતના કાર્યક્રમોનો સમાવેશ થાય છે. આ સાથે ભાજપ સંગઠન સ્તરે આ સમયમાં સેવા પખવાડિયા તરીકે પણ કાર્યક્રમો કરશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application