દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭૩માં જન્મદિવસની ઉજવણી નિમિત્તે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે સરકારી નર્સિંગ કોલેજ-સુરત, ધી ટ્રેઈન્ડ નર્સિંસ એસોસિએશન ઓફ ઈન્ડિયા અને ડેલ્ટા હેલ્થ કેર દ્વારા ગુજરાતમાં સૌ પ્રથમવાર નર્સિંગ શિક્ષણ સાથે સ્કિલ ડેવલપમેન્ટની અત્યંત આધુનિક એવી ડમી ઉપર નિર્દશન કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. નર્સિંગ કાઉન્સિલ ઈકબાલ કડીવાલાએ જણાવ્યું હતું કે, નર્સિંગ શિક્ષણ માટે વર્કશોપનો મુખ્ય ઉદ્દેશ્ય નર્સિંગ શિક્ષકની સાથે નર્સિંગ વિદ્યાર્થીનીઓમાં કુશળતા વિકસાવવાનો છે. આજે આ વર્કશોપમાં ૩૭૩ નર્સિંગ તજજ્ઞો, પ્રોફેસર, પ્રિન્સિપાલ કાર્યશાળા સહભાગી બન્યા હતા.
વધુમાંશ્રી કડીવાલાએ કહ્યું હતું કે, તંદુરસ્ત ભારતના નિર્માણ માટે આરોગ્ય ક્ષેત્રે તબીબો સાથે નર્સિંસનો બહુમૂલ્ય ફાળો રહેતો હોય છે. નર્સિંગ શિક્ષણમાં પ્રેક્ટિકલનું ઘણું મહત્વનું હોય છે. નર્સિંસના સ્કિલ ડેવલપમેન્ટ માટે અત્યંત આધુનિક એવી ડમી ઉપર નિર્દશન કરી સીપીઆર, આઈવી લાઈન, કેથેટર, મોનિટરીંગ, શ્વાસોશ્વાસની ગણતરી, બ્લડ પ્રેસર સહિતની પ્રેક્ટિકલ કાર્યશાલાનું આયોજન કરવામં આવ્યું હતું. બ્લડ બેન્કમાં નર્સિસ બહેનો દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું. આ એક દિવસીય વર્કશોપમાં સરકારી નર્સિંગ કોલેજના પ્રિન્સિપાલ, વીર નર્મદ યુનિવસિટી વાઈસ ચાન્સેલર, મેડિકલ ફેકલ્ટી ડીન, તબીબી અધિક્ષક, આરએમઓ, નર્સિંગ કાઉન્સિલના ઈકબાલ કડીવાલા અને નર્સિંગ એસોસિએશન, ડેલ્ટા હેલ્થ સિમ્યુલેશન એજ્યુકેટર્સના, 373ના નર્સિંગ તજજ્ઞો, પ્રોફેસર, પ્રિન્સિપાલ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહીને અંગદાનનો સંકલ્પ લીધો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500