Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નારી વંદન ઉત્સવ નિમિતે ડાંગ જિલ્લામાં 'બેટી બચાવો, બેટી પઢાવો' દિવસની ઉજવણી કરાઇ

  • August 05, 2023 

ડાંગ જિલ્લા કલેક્ટરશ્રી એમ.આઈ.પટેલ, તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી આર.એમ.ડામોરના માર્ગદર્શન હેઠળ મહિલા અને બાળ અધિકારીશ્રી આર.એ ચૌધરી, અને જિલ્લા દહેજ પ્રતિબંધક અધિકારી સહ રક્ષણ અધિકારીશ્રી આર.એન ગામીતનાં સહયોગથી, ડાંગ જિલ્લાનાં વધઇ સ્થિત કૃષિ વિજ્ઞાન કેંદ્રમાં 'બેટી બચાવો, બેટી પઢાવો' દિવસની ઉજવણી પેટે કિશોરી મેળાનુ આયોજન કરવામા આવ્યુ હતુ. આ કાર્યક્રમમાં વઘઈ તાલુકા પંચાયતના ઉપપ્રમુખશ્રી દ્વારા દેશના ભાવિ સમાન કિશોરીઓને પોષણક્ષમ આહાર લેવાની, તથા સુશિક્ષિત બનાવાની સમજ આપવામાં આવી હતી. સુબિર તાલુકાના સી.ડી.પી.ઓ દ્વારા પોષણ સુધાની માહિતી પુરી પાડવામાં આવી હતી.



વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડાએ બાળકોમાં કુપોષણ અને વ્યવસ્થાપનની માહિતી આપી હતી. કૃષિ વૈજ્ઞાનિક દ્વારા કિશોરીઓના શિક્ષાણ તેમજ આરોગ્યને લગતી માહિતી આપવામા આવી હતી. આ વેળા બંસરી કલા વૃંદ, દાહોદ દ્વારા બેટી બચાવો બેટી પઢાવો વિષયક જન જાગૃતિ નાટક પણ ભજવવામાં આવ્યુ હતુ. કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા વહાલી દિકરી યોજનાના લાભાર્થીઓને મંજુરી હુકમનું વિતરણ કરાયું હતુ. દરમિયાન મહિલા બાળ વિકાસ વિભાગના અલગ અલગ માળખાઓ જેવા કે DHEW, સખી વન સ્ટોપ સેન્ટર, 181 અભયમ મહિલા હેલપલાઇન, પી.બી.એસ.સી, મહિલા વિવિધલક્ષી કેન્દ્ર, નારી અદાલતના કર્મચારીઓ હાજર રહ્યા હતા, અને IEC મટેરીયલ્સનું વિતરણ કરવામાં આવ્યુ હતુ. કાર્યક્રમના અંતે બેટી બચાવો બેટી પઢાવો અંગેની પ્રતિજ્ઞા અને વિશ્વ સ્તનપાન સપ્તાહ અંતર્ગત પ્રતિજ્ઞા લઈ કાર્યક્રમને પૂર્ણ જાહેર કરાયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application