Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

દિવાળીનાં તહેવાર નિમિત્તે મુંબઇગરાને પ્રવાસની સગવડ માટે બેસ્ટ વધારાની 165 બસ દોડાવાશે

  • October 19, 2022 

દિવાળી દરમિયાન મુંબઇગરાને પ્રવાસની સગવડ આપવા માટે બેસ્ટ વધારાની 165 બસ ફેરીઓ ચલાવવાનો નિર્ણય લીધો છે. આ દિવસોમાં મોટી સંખ્યામાં લોકો ખરીદી કરવા બહાર નીકળતા હોય છે. તેમાં પણ મુંબઇનાં મુખ્ય બજારો દાદર-પ્લાઝા, બાંદરા, મહાત્માફુલે માર્કેટ, કાલબાદેવી, એપીએમસી, ભૂલેશ્વર સહિત અન્ય બજારોમાં પ્રચંડ ભીડ રહે છે. તેથી બેસ્ટ બસની તા.23મી ઓક્ટોબર સુધી વિવિધ બસ રૂટ પર 25 વધારાની ફેરીઓ થશે. તેમજ તા.26મી ઓકટોબરે ભાઇબીજ અને બેસતુ વર્ષ એક જ દિવસે હોવાથી પૂર્વ અને પશ્ચિમ પરાંમાં, વેસ્ટર્ન એક્સપ્રેસ વે, ભાયંદર તેમજ નવી મુંબઇ તરફ જનારા બસ રૂટ પર પ્રવાસીઓની ભીડને ધ્યાનમાં રાખી બેસ્ટ વધારાની 140 બસ ફેરીઓ દોડાવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application