થર્ટી ફર્સ્ટની રાત્રે સમગ્ર રાજ્યમાં કોમ્બિગ નાઈટનુ આયોજન, જો દારૂના નશામાં પકડાયા તો કામથી ગયા નડિયાદ ખાતે આવેલ જિલ્લા પોલીસ વડાની કચેરીએ આજે શનીવારના રોજ DGPએ જિલ્લા પોલીસવડા સહિતના પોલીસ અધિકારીઓ સાથે ક્રાઈમ કોન્ફરન્સ બેઠક યોજી હતી. જિલ્લામાં વધતાં જતાં સાઈબર ક્રાઇમના બનાવો તેમજ અન્ય બાબતો પર ક્રાઈમ રિવ્યુ પર ચર્ચા કરવામાં આવી છે.
આ ઉપરાંત દેશી દારૂ અમદાવાદ સુધી પહોચાડાય છે તેવી આશંકાને પગલે નક્કર કાર્યવાહી કરવા જરૂરી સૂચનો અપાયા છે. તેમજ થર્ટી ફર્સ્ટની રાત્રે સમગ્ર રાજ્યમાં કોમ્બિગ નાઈટનુ આયોજન થયું છે. જિલ્લામાં વર્ષ 2021-22ની સરખામણીમાં કેટલા ગુનાની વધઘટ થઈ તેનો ગ્રાફ ચકાસવામાં આવ્યો રાજ્ય પોલીસ વડા આશીષ ભાટિયાએ આજે નડિયાદ ખાતે આવેલ જિલ્લા પોલીસ વડાની કચેરીએ પહોંચી ખેડા પોલીસ સાથે કરી બેઠક છે.
આ બેઠકમાં રેન્જ આઈજી વી. ચંદ્રશેખર એસપી રાજેશ ગઢિયા, ડીવાયએસપી તથા તમામ પીએસઆઇ હાજર રહ્યા હતા. જિલ્લામાં વર્ષ 2021-22ની સરખામણીમાં કેટલા ગુનાની વધઘટ થઈ તેનો ગ્રાફ ચકાસવામાં આવ્યો હતો. જિલ્લામા ડિટેકટ અને અનડિટેકટ ગુનાઓની અધિકારીઓ સાથે ચર્ચા કરાઈ હતી. લગભગ ચાર કલાકની મેરેથોન બેઠકમા 27 મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી આ ઉપરાંત જિલ્લામાં વધતા સાયબર ક્રાઈમ, નાર્કોટીસ્ટ નશાબંધી, શી ટીમ, લેન્ડ ગ્રેબિગની કામગીરી સહિત 27 મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી છે. લગભગ ચાર કલાકની મેરેથોન બેઠક DGP યોજી હતી અને જરૂરી સૂચનો કર્યા હતા.
આ સાથે થર્ટી ફર્સ્ટ લઈને પોલીસ વિભાગને પણ નિર્દેશ અપાયા છે. અને થર્ટી ફર્સ્ટની રાત્રે સમગ્ર રાજ્યમાં કોમ્બિગ નાઈટનુ આયોજન કર્યું છે. જો આજે દારૂના નશામાં ક્યાં પણ પકડાયા તો કામથી ગયા તેમ આડકતરી રીતે ડીઝીપીએ મીડીયા થકી અસામાજીક તત્વોને જણાવ્યું છે. જો આજે રાત્રે થર્ટી ફર્સ્ટની ઉજવણીએ જો પોલીસના હાથે નશાખોરીઓ ઝડપાયા તો ખેર નહી આજે રાજ્યમાં પોલીસ કોમ્બિગ નાઈટ કરશે અને વાહન ચેકીંગ સહિતની કામગીરી કરશે. દારૂ અને દારૂ પીધેલા લોકોને પકડી પાડવા અંગે પણ પોલીસ આજે કાર્યવાહી કરશે.
આ ઉપરાંત અન્ય ગુનેગારોને પકડી પાડવા પણ કાર્યવાહી કરવામાં આવનાર છે. માટે જો આજે રાત્રે થર્ટી ફર્સ્ટની ઉજવણીએ જો પોલીસના હાથે નશાખોરીઓ ઝડપાયા તો ખેર નહી. દેશી દારૂની ભઠ્ઠીઓને તોડી પડાશે અને બુટલેગરો પર ડ્રોન મારફતે વોચ રાખશે.
ડીઝીપી મીડીયા સાથેની વાતચીતમાં DGP આશીષ ભાટીયાએ જણાવ્યું હતું કે, આજે વર્ષના અંતે ક્રાઈમ રિવ્યુની બેઠક યોજી હતી. જેમા ખાસ કરીને જિલ્લામાં દેશી દારૂનુ પ્રમાણ વધુ હોવાની આશંકા અને અમદાવાદ સીટી તરફ આ દારૂનો જથ્થો ઠલવાતો હોય છે જેવી શક્યતાના કારણે આ મામલે કામગીરી કરવા આદેશ અપાયો છે અને પોલીસ આવી ભઠ્ઠીઓને તોડી પાડશે અને બુટલેગરો પર ડ્રોન મારફતે વોચ રાખશે. આ ઉપરાંત ડ્રગ્સ બાબતે પણ પોલીસ વોચ રાખશે આવી અન્ય બાબતો પર પણ ચર્ચા કરી જિલ્લામાં કાયદો વ્યવસ્થા જાળવાઈ રહે તેવા પગલાં ભરવા આદેશ અપાયો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500