Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અમદાવાદમાં રોંગ સાઈડ ડ્રાઈવમાં પહેલાં દિવસે 160 વાહન ચાલકો સામે ગુનો નોંધવામાં આવ્યો

  • June 23, 2024 

અમદાવાદ શહેરમાં રોંગ સાઈડ વાહન ચલાવવાના કારણે વાહન અકસ્માતના ગંભીર બનાવો અવાર નવાર સર્જાય છે. આ અકસ્માતોમાં મૃત્યુંદર અને ગંભીર ઇજાઓના બનાવો પણ બને છે. જેને લઈને અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા રોંગ સાઈડ ડ્રાઈવ શરૂ કરવામાં ઓવી છે. ત્યારે શનિવારે પહેલાં દિવસે જ અમદાવાદમાં 160 વાહન ચાલકો ગુનો નોંધવામાં આવ્યો છે. આ લોકોએ જામીન મેળવવા માટે પોલીસ સ્ટેશને જવુ પડ્યું હતું. ત્યારે આજે આ ડ્રાઈવનો બીજો દિવસ છે. આજે સવારથી જ પોલીસ દ્વારા અલગ અલગ પોઇન્ટ પર ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે અને રોંગ સાઈડ આવતા અનેક લોકોને પકડીને ફરિયાદ નોંધવામાં આવી છે.

અમદાવાદ ટ્રાફિક પોલીસે 22મી જૂનથી 10 દિવસ માટે એક ખાસ ડ્રાઇવનું આયોજન કર્યું છે. જેમાં રોંગ સાઇડમાં વાહન ચલાવનાર વાહન ચાલકો મોટી મુશ્કેલી મુકાશે. આ ખાસ ડ્રાઇવમાં ટ્રાફિક પોલીસ દ્વારા આવા વાહન ચાલકોને દંડ ફટકારવામાં નહીં આવે પરંતુ સીધી જ એફઆઇઆર નોંધી પોલીસ કેસ દાખલ કરવામાં આવશે. આ ડ્રાઇવ દરમિયાન રોંગ સાઇડ ડ્રાઇવિંગ કરનારાઓ સામે  IPC-279 તથા MV Act-184 મુજબ FIR પોલીસ વિભાગ દ્વારા દાખલ કરવાની કાર્યવાહી કરવામાં આવશે. જેથી રોંગ સાઇડમાં ડ્રાઇવ કરનારા માટે ખાસ ચેતાવણી છે કે જો રોંગ સાઇડમાં વાહન ચલાવવાની ટેવ હોય તો આવતીકાલથી સુધારી દેજો અને ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરજો. નહીંતર જેલ ભેગા થવાનો વારો આવશે. 




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application