Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રાષ્ટ્રીય એકતા દિવસની પૂર્વ સંધ્યાએ નર્મદા ઘાટ ખાતે સાંધ્ય નર્મદા મૈયા આરતીમાં દોઢ લાખ દિવડા પ્રગટાવાશે, રેવાનો ઘાટ રોશનીથી ઝળહળી ઉઠશે

  • October 25, 2024 

આગામી ૩૧મી ઓક્ટોબર-૨૦૨૪ના રોજ સરદાર પટેલ સાહેબની ૧૪૯મી જન્મજયંતિ પ્રસંગે નર્મદા જિલ્લાના એકતાનગર- કેવડિયા ખાતે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય એકતા પરેડ કાર્યક્રમ યોજાશે. શૂલપાણેશ્વર મહાદેવ મંદિર નજીક ગોરા નર્મદા ઘાટ ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની પૂર્વ સંધ્યાએ દિપોત્સવી પ્રાગટ્ય પર્વ-૨૦૨૪ કાર્યક્રમ ૩૦મી ઓક્ટોબરે નર્મદા ઘાટ ઉપર સાંધ્ય આરતી-આતશબાજી-દિપ પ્રાગટ્યનો કાર્યક્રમ યોજાશે. જેમાં પ્રધાનમંત્રીશ્રી સાંધ્ય નર્મદા મહા આરતીમાં દિપ પ્રાગટ્ય કરીને આરતીનો પ્રારંભ કરાવશે. જેમાં ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ અને રાજ્યના વરિષ્ઠ ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહીને આરતીમાં ભક્તિભાવ અને પૂર્ણ શ્રદ્ધા આસ્થા સાથે આ આરતીમાં સામેલ બનશે. અને ૧.૫૦ લાખથી વધુ દિવડાઓ પ્રગટાવી માં રેવાનો આ પવિત્ર ઘાટ રોશનીથી ઝળહળી ઉઠશે. અને નર્મદા ઘાટને સુશોભિત કરી ફૂલોથી શણગારવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application