સમગ્ર દેશમાં આજરોજ મહાશિવરાત્રી પર્વની ધૂમ મચેલી છે. કાશીથી લઈને હરિદ્વાર સુધી અને ઉજ્જૈનથી લઈને ગોરખપુર સુધી ભક્તો ભગવાન શિવની આસ્થામાં ડૂબકી લગાવી રહ્યા છે. દેશમાં આજે ચારે બાજુ બમ-બમ ભોલેનો નાદ ગૂંજી રહ્યા છે. હરિદ્વારના હરકી પૌડી ઘાટથી લઈને વારાણસીના અસ્સી ઘાટ સુધી ભગવાન શિવના ભક્તો પવિત્ર સ્નાનનો લાભ લઈ રહ્યા છે. આજે કુંભના પહેલા શાહી સ્નાનનો પણ દિવસ છે. હરિદ્વારના હરકી પૌડી ઘાટ પર સવારના સમયે 22 લાખ ભક્તોએ ડૂબકી લગાવી છે.
મહાશિવરાત્રીનાં પવિત્ર દિને વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, યુપીના મુખ્યમંત્રી યોગી, તથા રાહુલ ગાંધી વગેરેએ ટ્વીટરના માધ્યમથી શ્રદ્ધાળુઓને મહાશિવરાત્રીની શુભેચ્છાઓ પાઠવી હતી.(ફાઈલ ફોટો)
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application