Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Twitter પર વેરિફાઈડ એકાઉન્ટ્સ ધરાવતા યૂઝર્સ એક દિવસમાં 10000 પોસ્ટ્સ અને અનવેરિફાઈડ એકાઉન્ટ્સ ધરાવતા યૂઝર્સ ફક્ત 1000 પોસ્ટ વાંચી શકશે

  • July 02, 2023 

માઈક્રોબ્લોગિંગ સાઈટ ટ્વિટરના માલિક ઈલોન મસ્કે એક દિવસમાં યુઝર્સ દ્વારા વાંચી શકાય તેવી ટ્વિટ્સની સંખ્યાને લઈને મોટી જાહેરાત કરી હતી. મસ્કએ ટ્વિટ કર્યું કે, ‘ડેટા સ્ક્રેપિંગ અને સિસ્ટમ મેન્યુપ્યુલેશનનો સામનો કરવા માટે અમે આ અસ્થાયી મર્યાદાઓ લાગુ કરી છે’  વેરિફાઈડ એકાઉન્ટ્સ ધરાવતા યૂઝર્સ હવે એક દિવસમાં 10000 પોસ્ટ્સ વાંચવા સુધી મર્યાદિત રહેશે. જ્યારે અનવેરિફાઈડ એકાઉન્ટ્સ ધરાવતા યૂઝર્સ દિવસ દરમિયાન ફક્ત 1000 પોસ્ટ વાંચી શકશે. જ્યારે નવા અનવેરિફાઈડ એકાઉન્ટધારકો દરરોજ 500 પોસ્ટ્સ વાંચી શકશે.


અગાઉ અન્ય એક ટ્વિટમાં મસ્કએ જણાવ્યું હતું કે, ટૂંક સમયમાં વેરિફાઈડ (એકાઉન્ટ્સ) માટે રેટ લિમિટ વધારીને 8000, અનવેરિફાઈડ માટે 800 અને નવા અનવેરિફાઈડ એકાઉન્ટ્સ યૂઝર્સ માટે 400 કરવામાં આવશે. જોકે હવે આ રેટ લિમિટ વધારીને અનુક્રમે 10 હજાર, 1 હજાર અને 500 કરવામાં આવી શકે છે. ઈલોન મસ્કની નવી ટ્વિટ પરથી આ સંકેત મળ્યા હતા. અગાઉ શનિવારે વિશ્વભરના ઘણા યૂઝર્સે ટ્વિટ કરવા અથવા ફોલો કરવા જેવી પ્રવૃત્તિઓમાં સમસ્યાઓ વિશે ફરિયાદ કરી હતી.


ઘણા યુઝર્સે કહ્યું હતું કે, તેમને રેટ લિમિટ ઓળંગવા અંગે ચેતવણીઓ જોવા મળી રહી છે. તેનો અર્થ એ છે કે તેમણે ચોક્કસ સમયગાળામાં ટ્વિટ કરવા કે નવા એકાઉન્ટને ફોલો કરવાની સંખ્યા માટે નક્કી સાઈટની મર્યાદાને પાર કરી લીધી હતી. અગાઉ શુક્રવારે  યૂઝર્સ માટે એક અસ્થાયી ઈમરજન્સી ઉપાય જારી કરાયો હતો. યુઝર્સને કહેવામાં આવ્યું હતું કે ટ્વિટ જોવા માટે તેમણે પહેલા ટ્વિટર પર લોગિન કરવું પડશે.


આ સાથે મસ્કે દાવો કર્યો હતો કે ટ્વિટરમાંથી ડેટા ચોરવામાં આવ્યો હતો અને કહ્યું હતું કે તે સામાન્ય યૂઝર્સ માટે અપમાનજનક સેવા છે. તમને જણાવી દઈએ કે બ્લુ ટિક તરીકે ઓળખાતો વેરિફિકેશન બેજ પહેલા ફ્રીમાં આપવામાં આવતો હતો. પરંતુ ઈલોન મસ્ક ટ્વિટરના માલિક બન્યા બાદ તેના માટે ફી નક્કી કરવામાં આવી હતી. મસ્કએ ઘણા પ્રયત્નો પછી ગયા વર્ષે કંપનીને બિલિયન ડોલરમાં ખરીદી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News