મોરબીનો ઝુલતો બ્રિજ તૂટતા અરેરાટી વ્યાપી છે ત્યારે આ મામલે કોંગ્રેસે. નેતાઓએ તેમના નિવેદનો આપ્યા હતાં. અર્જુન મોઢવાડિયા એ રૂબરૂ મુલાકાત લીધી હતી.
કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલે કહ્યું કે,
અત્યંત દુઃખદ ઘટના મોરબીમાં બની ઝૂલતો પુલ તૂટી પડ્યો અને અનેક લોકો પાણીમાં તણાયા. ખુબ મોટો ખર્ચ કરીને બ્રીજનું રીનોવેશન કરવામાં આવેલ. તો આ બ્રીજ તૂટે જ કેવી રીતે ? સરકાર આનો જવાબ આપે ? ભાજપના શાસનમાં ભય મુક્ત ભષ્ટાચાર થાય છે. આ ઘટનામાં જે કુટુંબના પરિવારના સભ્યો તકલીફના મુકાયા છે તેમના પ્રત્યે હું મારી અને મારા કોંગ્રેસપક્ષ વતી સંવેદના વ્યક્ત કરું છુ. તેમ શોશિયલ મીડિયાના માધ્યમથી કહ્યું હતું.
પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે કહ્યું કે,
રીપેરીંગ થયું તેમાં બાંધકામ વિભાગના તજજ્ઞ લોકોનો અભિપ્રાય લીધો કે નહીં. બ્રીજના જે તજજ્ઞ લોકો હતા તેવા લોકોની કોઈ ટીમ બનાવી હતી કે કેમ. બ્રીજની અસરકારકતા કેવી રહેશે. એની મજબૂતાઈ શું રહેશે. ફિટનેસ સર્ટિફિકેટ વગેરે બાબતે ધ્યાન આપ્યું છે કે નહીં. જો આ બાબતોનું ધ્યાન રાખ્યું હોત તો આવી ઘટના ના બની હોત. જો આવું કર્યું હોત તો લોકોના જીવ પણ બચી ગયો હોત. ત્યારે ભારતીય જનતા પાર્ટીએ આ વાતનો જવાબ આપવો પડશે.
અર્જુન મોઢવાડિયાએ સોશિયલ મીડિયાના માધ્યમ થકી કહ્યું કે,
મોરબીમાં મચ્છુ નદી ઉપર બનેલ ઝુલતો પૂલ તુટવાની દુર્ઘટના દુઃખદ છે. હું તમામ લોકોની સલામતી માટે પ્રાર્થના કરું છું. સાથે જ રાજ્ય સરકારને અપીલ છે કે યુદ્ધના ધોરણે બચાવ કામગીરી હાથધરી તમામ લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે. મોરબીના કોંગ્રેસ કાર્યકર્તાઓને પણ વિનંતી છે કે બચાવ કામગીરીમાં તંત્રની શક્ય તમામ મદદ કરવામાં આવે.
મોરબી લઘધીરજી એન્જીનિયરીંગ કોલેજમાં મારા અભ્યાસકાળ દરમિયાન છ વર્ષ સુધી આ બ્રિજ ઉપરથી હું રોજ અવરજવર કરતો હતો. બ્રીજ સાથે મારી અનેક સુખદ યાદો જોડાયેલી છે. આનંદ લેવા આવેલા પરિવારજનો ની દુર્ઘટના થી અત્યંત દુખી છું. સૌની સલામતી માટે પ્રભુને પ્રાર્થના.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500