Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

આગામી તા.૨૧મી જૂન, આંતરરાષ્ટ્રીય યોગ દિનની રાજ્યકક્ષાની ઉજવણી સુરતનાં આંગણે થશે

  • June 03, 2023 

માહિતી વિભાગ દ્વારા સુરત, વિશ્વને ભારતીય સંસ્કૃતિની દેન સમી યોગવિદ્યા આજે વૈશ્વિક સ્તરે સ્વીકૃતિ પામી છે, ત્યારે આગામી તા.૨૧મી જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિનની રાજયકક્ષાની ઉજવણી સુરત ખાતે થનાર છે, જેના આયોજનના ભાગરૂપે યુવા, સાંસ્કૃતિક, રમતગમત અને ગૃહ વિભાગના રાજ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને સુરત ખાતે બેઠક યોજાઈ હતી. જેમાં જિલ્લા, મહાનગરપાલિકા, યોગબોર્ડના ઉચ્ચ અધિકારીઓ, પોલીસ અધિકારીઓ, ચેમ્બર ઓફ કોમર્સ, યોગક્ષેત્રે કાર્ય કરતી વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.


બેઠકમાં મંત્રીએ જણાવ્યું હતું કે, યોગદિન નિમિત્તે ભારત જ નહી, પરંતુ સમગ્ર વિશ્વના અનેક દેશોમાં વ્યાપક કાર્યક્રમો કરીને લોકો યોગદિનની ઉજવણી કરે છે. રાજ્યના દરેક નાગરિકને સ્વસ્થ જીવનશૈલી અને નિરોગી જીવન જીવવા માટે પ્રોત્સાહિત કરવા તથા લોકોમાં યોગ પ્રત્યે જાગૃત્તિ આવે તે માટે સૌ કોઈ યોગમાં જોડાય તે જરૂરી છે. આગામી નવમો આંતરરાષ્ટ્રીય યોગ દિનનો રાજયકક્ષાનો કાર્યક્રમ સુરતના આંગણે યોજાનાર છે, ત્યારે ૧.૨૫ લાખથી વધુ લોકો એક સાથે યોગદિનમાં જોડાશે, આ કાર્યક્રમને સફળ બનાવવા સૌને સાથે મળીને કાર્ય કરવાનો અનુરોધ કર્યો હતો.


સુરતમાં યોગદિન ખાસ બની રહે તે માટે કોઈ મેદાનના બદલે આઈકોનિક એવા વાય જંકશન પર ત્રણેય બાજુએ પાંચ કિલોમીટર સુધીના રસ્તા પર યોગની ઉજવણી થાય તે માટેનું આયોજન કરવા સંબધિત અધિકારીઓને મંત્રીએ સૂચના આપી હતી. સુરતથી એક મેસેજ સમગ્ર વિશ્વમાં પહોંચે અને ઘરે-ઘરે લોકો યોગ કરતા થાય તે માટે કાર્ય કરવાની હિમાયત કરી હતી. મંત્રીએ કહ્યું કે, આ ઉજવણીમાં અલગ-અલગ બ્લોક વિભાજન કરીને બાળકો, સગર્ભા મહિલાઓ, દિવ્યાંગો, ઋષિઓની વેશભૂષા, પરિધાન સાથે લોકો યોગમય થશે.


યોગદિનમાં વધુને વધુ લોકો જોડાય, લોકજાગૃતિ આવે, યોગથી વિમુખ લોકોને યોગ પ્રત્યે સક્રિય કરવા અને સુરત સહિત દેશના ખુણે ખુણે યોગ પહોચે તે માટે મંત્રીશ્રીએ અનુરોધ કર્યો હતો. યોગદિનની ઉજવણી સંદર્ભે જુદી જુદી સંસ્થાઓના પ્રતિનિધિશ્રીઓ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. જેમાં મહાનગરપાલિકાના કોમ્યુનિટી હોલ, ગાર્ડનોમાં યોગ કાર્યક્રમો યોજી લોકોને જાગૃત કરવામાં આવશે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application