Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તારીખ ૧૧ જૂને ગુજરાત પોલીસના ૫૦,૦૦૦થી વધુ જવાનો CPR તાલીમ મેળવશે

  • June 09, 2023 

રાજ્ય સરકાર તથા રાજ્યના પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ રાજ્યના તમામ પોલીસ અધિકારી-કર્મચારીઓને “COLS AWARENESS PROGRAM"(CPR તાલીમ કાર્યક્રમ)ના અનુસંધાને આગામી તા.૧૧ જુને રાજ્યની ૩૭ મેડિકલ કોલેજો તથા અન્ય ૧૪ સ્થળો પર ૨૪૦૦ થી વધુ ડૉકટરો અને તબીબી વ્યવસાયિકો દ્વારા સૈદ્ધાંતિક અને પ્રેક્ટિકલ તાલીમ અપાશે.


રાજ્ય સરકાર, ડૉકટર સેલ તથા ઇન્ડીયન સોસાયટી ઓફ એનેસ્થેસિયોલોજિસ્ટ-ગુજરાત ચેપ્ટરના સંયુકત ઉપક્રમે સૌના ઉત્તમ સ્વાસ્થ્ય તેમજ ઇમરજન્સીના સમયમાં વ્યકિતનો જીવ બચાવી શકાય તે હેતુથી ગુજરાત પોલીસને CPRનું પ્રશિક્ષણ અપાશે. પોલીસકર્મીઓ સેવા, સુરક્ષા અને શાંતિની ફરજ સાથે સાથે આકસ્મિક સમયે આવતા હાર્ટએટેક અને શ્વાસની તકલીફ અનુભવતા પીડિત વ્યક્તિને CPR આપીને જીવ બચાવી શકશે. અમદાવાદમાં સમયસૂચકતા વાપરી ટ્રાફિકના પોલીસ કર્મચારીઓએ એક્ટિવા ચાલકને CPR આપીને જીવ બચાવ્યો હતો.


તા.૦૬ જૂને અમદાવાદના કાલુપુર સર્કલ પર એક એકટિવા ચાલકને અચાનક છાતીમાં દુઃખાવો ઉપડતા બેભાન થઈ ગયો હતો. આ સમયે હાજર ટ્રાફિક પોલીસ કર્મચારીઓએ તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સને કોલ કરી તે આવે એ દરમિયાન ચાલકની સ્થિતિ નાજુક જણાતા CPRની પ્રાથમિક સારવાર આપી હતી. ત્યારબાદ ૧૦૮ મારફત હોસ્પિટલ પહોંચાડયા હતા. આમ, CPR બાબતે ટ્રાફિક કર્મીઓ માહિતગાર હોવાથી આ દર્દીને CPR આપી જીવ બચાવવામાં નિમિત્ત બન્યા હતા. આ બનાવની જાણ થતા ટ્રાફિક પોલીસના અધિકારી/કર્મચારી તથા હોમગાર્ડ જવાનની આ ઉમદા માનવીય ફરજને ધ્યાને લઈ રાજ્યના પોલીસ વડાએ ત્રણેય કર્મચારીઓને રૂબરૂમાં પ્રશંસાપત્ર પાઠવી મનાવીય અભિગમને બિરદાવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application