↵
મનિષા સૂર્યવંશી/વ્યારા : તાપી જિલ્લો સહીત રાજ્યમાં 31 ડિસેમ્બરની ઉજવણી દર વર્ષે હર્ષોલ્લાસ સાથે કરવામાં આવે છે, પરંતુ આ વર્ષે વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઇને રાજ્ય સરકારે 31મી ડિસેમ્બરની ઉજવણી નહીં કરવાની જાહેરાત કરી હતી, ઉપરાંત ગૃહ વિભાગે પણ પોલીસને કડક આદેશ આપ્યો હતો કે કોઈ પણ વ્યક્તિ ઉજવણી કરે તો તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જોકે ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ છે.
ત્યારે તાપી જિલ્લામાં સોનગઢ-ઉકાઈ વ્યારા,નિઝર સહિતના તાલુકાઓમાંથી 31 ડિસેમ્બરની રાત્રે જુદાજુદા પોલીસ મથકોની સ્થાનિક પોલીસ સહિત લોકલ ક્રાઈમ બ્રાંચના સ્ટાફે જુદાજુદા પોલીસ મથકોના વિસ્તારમાંથી કુલ 55 વ્યક્તિઓને દારૂના નશામાં ઝડપાયા હતા.
ક્યાં કેટલા પીધેલા પકડાયા
- સોનગઢ – 29
- ઉકાઈ – 14
- નિઝર-કુકરમુંડા – 06
- વ્યારા- 03
- વાલોડ- 03
- ડોલવણ- 00
- વાલોડ – 00
- ઉચ્છલ – 00
- કાકરાપાર – 00
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500