સુરત શહેરના ડભોલી મેઇન રોડ પર એક ધાર્મિક સ્થળ નજીક દુકાનોની વચ્ચે ફૂટપાટ પર રોડથી ચાર ફૂટ ઊંચું ડ્રેનેજનું ચેમ્બર પાલિકાએ બનાવ્યું છે. ગંદા પાણીના નિકાલ માટે બનાવેલું આ ચેમ્બર હવે લોકો માટે આફતરુપ બની ગયું છે. છેલ્લા ઘણા વખતથી આ ડ્રેનેજના ચેમ્બરમાંથી ગંદુ પાણી જાહેર રોડ પર ઉભરાઈને આવી રહ્યું છે. જયારે આ ગટર ઉભરાતી હોવાથી જાહેર રોડ પર ભારે ગંદકી થઈ રહી છે. પાલિકાનો વેરો ભરતા દુકાનદારોની દુકાન બહાર જ ગંધાતું પાણી વહી રહ્યું છે જેના કારણે દુકાનદારો મુલાકાતીઓ અને વાહન ચાલકોની મુશ્કેલી વધી રહી છે.
કેટલીક વાર ડ્રેનેજમાં ભારે પ્રેશરની કારણે ગંદા પાણીના ફુવારા ઉંચે સુધી ઉડે છે. સ્થાનિકો દ્વારા ઘણા સમયથી આ સમસ્યા અંગે પાલિકા તંત્રને ફરિયાદ કરવામાં આવી રહી છે પરંતુ આ ફરિયાદનું નિરાકરણ થતું ન હોવાથી જાહેરમાં ગંદકી વધી રહી છે અને લોકોની સમસ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. થોડા સમય બાદ આજે ફરી આ ચેમ્બરમાંથી ગટરનું પાણી રોડ પર આવી રહ્યું છે. આસપાસની દુકાનો તથા રાહદારીઓને વાસ મારતું ગદુ પાણી મુશ્કેલીમાં મુકી રહ્યું છે. જેના કારણે લોકો આ સમસ્યાથી કાયમી નિકાલ મળે તેવા પ્રકારની માંગણી પાલિકા પાસે કરી રહ્યાં છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application