Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ભરૂચ-અંકલેશ્વર જુના હાઈવે પર કાર ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા કાર ખાડામાં ખાબકી

  • January 03, 2022 

અંકલેશ્વર તરફ જતી ઇકો કાર આર.એમ પી.એસ. સ્કૂલ નજીક 15 ફૂટ નીચે ખાબકી હતી. સદનસીબે કાર ચાલકનો આબાદ બચાવ થયો હતો. કાર ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા કાર 15 ફૂટ નીચે ખાડામાં ખાબકી હતી અને ખાડામાં રહેલ પાણી અર્ધી ગરકાવ થઇ થઇ જવા પામી હતી. ભરૂચ અંકલેશ્વરને જોડતા જુના નેશનલ હાઇવે નંબર-8 પર ગતરોજ રાત્રી સમયે ભરૂચથી અંકલેશ્વર તરફ ઇકો કાર આવી રહી હતી. તે દરમિયાન છાપરાં પાટિયા અને આર.એમ.પી.એસ સ્કૂલ વચ્ચે કોઈ કારણોસર ઇકો કાર ચાલકે સ્ટેરિંગ પર કાબુ ગુમાવ્યો હતો અને રોડ સાઈડ પર 15 થી 20 ફૂટ નીચે ખાડામાં ખાબકી હતી અને ખાડામાં પાણીમાં જઈ પટકાઈ હતી. સદ્દનસીબે ઇકો કાર ચાલકનો બચાવ થયો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application