Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

હર ઘર તિરંગા લહેરાશે,તાપી જિલ્લામાં આદિવાસી સમાજના લોકોને ૫ લાખ વાંસની સ્ટીકનો ઓર્ડર અપાયો

  • August 12, 2022 

હર ઘર તિરંગાની ઉજવણીને લઈને તાપી જિલ્લાના આંતરિયાળ ગામના આદિવાસીઑને વાંસની સ્ટીક બનાવવાનો પણ ઓર્ડર આપી દેવાયો છે.જેને લઈને આ વિસ્તારના લોકોને રોજગારી પણ મળી રહી છે અને ૫ લાખ વાંસની સ્ટીકનો ઓર્ડર મળતા તેઓને રાષ્ટ્ર સેવાના કામમાં સહભાગી થવાનો આણંદ પણ મેળવી રહ્યા છે. 




દેશમાં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીની તૈયારીઓ ચાલી રહી છે. અને આ ૧૫મી ઓગસ્ટે હર ઘર તિરંગા  લહેરાશે. જે અંગે જોરશોરથી તૈયારીઑ ચાલી રહિ છે ત્યારે વ્યારાના આંતરિયાળ ગામના આદિવાસી કોટવાડીયા સમાજના લોકોનો વાંસમાંથી સુપડાના ટોપલા બનાવવાનો પારંપારિક વ્યવસાય કરે છે.




જેઑને જાણે લોટરી લાગી ગઈ હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.કારણ છે હર ઘર તિરંગા માટે આ સમાજના લોકોને વાંસની સ્ટીક બનાવવાનો ઓર્ડર આપવામાં આવ્યો છે.૫ લાખ વાંસની સ્ટીક બનાવવાનો ઓર્ડર મળતાં આદિવાસી સમાજના ભાઈ-બહેન સૌ કોઈ સ્ટીક બનાવવામાં લાગી ગયા છે. અને આઝાદીના ૭૫ વર્ષની ઉજવણીમાં સહભાગી બની રહ્યા છે. જેને પગલે ૪૦૦થી વધુ લોકોને ઘરે બેઠા રોજગારીની તક ઉભી થઈ છે.




આઝાદીના ૭૫વર્ષની ઉજવણીના અમૃત મહોત્સવમાં આ નાનકડું ગામ પણ યોગદાન આપી રહ્યું છે. અને હર ઘર તિરંગા લહેરાવવા માટે આ ગરીબ આદિવાસીઓ પણ સહભાગી થઈ રહ્યા છે.ત્યારે ગ્રામજનો પણ દેશના કાર્ય માટે પોતે કરેલા કામથી ધન્યતા અનુભવી રહ્યા છે.હાલ તો અહીં ૫ લાખ સ્ટીક બનાવવા માટે રાત દિવસ કામ ચાલી રહ્યું છે. અને આ મહેનત રંગ લાવશે ૧૫મી ઓગસ્ટે હર ઘર તિરંગા લહેરાશે જેને લઈને દેશભરમાં કંઈક અલગ જ દ્રશ્ય જોવા મળી શકે છે..




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application