Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઓમર અબ્દુલ્લા સરકારે જમ્મુ-કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવા ઉપ-રાજ્યપાલ સમક્ષ પ્રસ્તાવ મૂક્યો

  • October 20, 2024 

કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરમાં સત્તામાં આવતા જ ઓમર અબ્દુલ્લા સરકારે જમ્મુ-કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવા ઉપ-રાજ્યપાલ સમક્ષ પ્રસ્તાવ મૂક્યો હતો. હવે સરકારના આ પ્રસ્તાવને ઉપ-રાજ્યપાલે મંજૂરી પણ આપી દીધી છે. ઓમર અબ્દુલ્લા કેબિનેટે આ પ્રસ્તાવને ગુરુવારે જ મંજૂરી આપી દીધી હતી. પરંતુ ઉપરાજ્યપાલ દ્વારા 19 ઓક્ટોબર તેને સત્તાવાર રીતે સ્વીકારવામાં આવ્યું છે. જોકે આ અંગેનો અંતિમ નિર્ણય કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવશે. મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાની અધ્યક્ષતામાં ગુરુવારે યોજાયેલી કેબિનેટ બેઠકમાં જમ્મુ-કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવા માટે સર્વસંમતિથી પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો.


જેમાં કહેવામાં આવ્યું હતું કે, જમ્મુ-કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવો એ એક પ્રક્રિયાની શરુઆત હશે, જેનાથી જમ્મુ અને કાશ્મીરના લોકોના બંધારણીય અધિકારોને પુનઃ પ્રાપ્ત કરી શકાશે અને તેમની ઓળખની રક્ષા કરી શકાશે. ઓમર અબ્દુલ્લા ચૂંટણીમાં જમ્મુ-કાશ્મીરની વિશિષ્ટ ઓળખ અને લોકોના બંધારણીય અધિકારોની સુરક્ષાના વચનો આપીને સત્તામાં આવ્યા છે. એક અધિકારીએ જણાવ્યું કે, મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા આ સંબંધમાં વડાપ્રધાન અને કેન્દ્રીય મંત્રીઓને મળવા થોડાક દિવસોમાં દિલ્હી જશે. નોંધનીય છે કે, 4 નવેમ્બરે જમ્મુ-કાશ્મીર વિધાનસભાનું પ્રથમ સત્ર યોજાશે. આ દરમિયાન કેબિનેટે ઉપરાજ્યપાલને વિધાનસભા બોલાવવા અને તેને સંબોધિત કરવાની સલાહ આપી છે. હાલ એલજીએ સ્પીકરની નિયુક્તિ ન થાય ત્યાં સુધી મુબારિક ગુલને પ્રોટેમ સ્પીકર તરીકે નિયુક્ત કરવા આદેશ આપ્યો છે. હવે મુબારિક ગુલ પ્રોટેમ સ્પીકર તરીકે 21 ઓક્ટોબરે તમામ ધારાસભ્યોને શપથ અપાવડાવશે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application