Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અજાણ્યા વાહન અડફેટે આવતાં વૃદ્ધાનું મોત

  • November 21, 2023 

સુરતનાં માંગરોળ તાલુકાનાં વાંકલ ઝંખવાવ મુખ્ય માર્ગ ઉપર કંટવાવ ગામનાં પાટીયા નજીક અજાણ્યા કાર ચાલકે રાત્રિ દરમિયાન વૃદ્ધને અડફેટે લેતા અકસ્માતની ઘટના સર્જાઇ હતી. જોકે કાર એટલી ઝડપે હતી કે વૃદ્ધનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. મળતી માહિતી અનુસાર, વાંકલ ગામનાં કુંભાર ફળિયામાં રહેતા 70 વર્ષીય મનહરભાઈ વિઠ્ઠલભાઈ પ્રજાપતિ મહેનત અને ઈમાનદારીથી ટેલરિંગ કામ અને સાથે લોકોનું નાનું મોટું કામ કરી પોતાનું જીવન ગુજારતા હતા થોડા સમયથી તેઓ માનસિક રીતે સામાન્ય અસ્વસ્થ હતા. જેથી ઘરેથી કેટલીક વાર સગા સંબંધીને ત્યાં જવા ચાલી નીકળતા હતા.



જોકે સાંજનાં સમયે તેઓને કંટવાવ ગામના બસ સ્ટેશનથી થોડે દૂર ચાલતા આવી રહ્યા હતા. ત્યારે એક અજાણ્યા કાર ચાલકે પોતાનું વાહન ગફલતભરી રીતે હંકારી વૃદ્ધને અડફેટે લીધા હતા. તેમને માથા અને હાથના ભાગે ગંભીર ઇજાઓ થતાં ઘટના સ્થળે તેમનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે મરણ જનારની બહેન ગુણવંતીબેન શંકરભાઈ પ્રજાપતિએ અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ ઝંખવાવ પોલીસ સ્ટેશનમા ફરિયાદ નોંધાવવામાં આવતાં આગળની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News