તારીખ 30મી સપ્ટેમ્બરે ભારત સરકારના નીતિ આયોગ દ્વારા દિલ્હી ખાતે આયોજિત 'સંકલ્પ સપ્તાહ'ના ઉદ્ઘાટન કાર્યક્રમનું જીવંત પ્રસારણ, જિલ્લા/તાલુકા અને સુબિર તાલુકાની 10 ગ્રામ પંચાયતોમા કરવામા આવ્યુ હતુ. દરમિયાન ડાંગ જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડમા જિલ્લા કલેક્ટરશ્રી મહેશ પટેલ, અધિક નિવાસી કલેક્ટર એસ.ડી.તબીયાડ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી યોગેશ જોષી તેમજ જિલ્લા પંચાયત પ્રમુખ નિર્મળાબેન ગાઇન, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ ભરતભાઇ ભોયે સહિત અન્ય અમલીકરણ અધિકારીશ્રીઓ, કર્મચારીઓ, સખીમંડળની બહેનો, આંગણવાડીની બહેનો વગેરે દ્રશ્ય શ્રાવ્ય માધ્યમથી જોડાયા હતા.
નીતિ આયોગના 'એસ્પિરેશનલ બ્લોક પ્રોગ્રામ' જે નવી દિલ્લીના ભારત મંડપમ ખાતે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે 'સંકલ્પ સપ્તાહ' તેમજ એસ્પિરેશનલ બ્લોક પોર્ટલનો શુભારંભ કારવામા આવ્યો હતો. જેનું જીવંત પ્રસારણ ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા સહિત તાલુકા મથકોએ, અને મહત્વાકાંક્ષી સુબિર તાલુકાના પસંદગીના ગામોમાં દ્રશ્ય શ્રાવ્ય માધ્યમથી લોકો જોડાયા હતા. ઉલ્લેખનીય છે કે, એસ્પિરેશનલ પ્રોગ્રામ અંતર્ગત સમાવિષ્ટ સુબિર તાલુકાના ચુનંદા અધિકારી, પદાધિકારીઓ દિલ્હીના કાર્યક્રમમાં હાજરી આપી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500