સુરતની પ્રાદેશિક કમિશનર(નગરપાલિકા)ની કચેરીના નવનિયુકત પ્રાદેશિક કમિશનર ડી. ડી કાપડિયા તથા અધિક કલેક્ટર વિનેશ બાગુલ, ઇજનેર કે.એસ.બાગુલ ઇન્ચાર્જ ચીફ ઓફિસર શૈલેષભાઈ, નગરપાલિકાનાં, પ્રમુખ ઉપપ્રમુખ તથા કારોબારી અધ્યક્ષ, નગરપાલિકાના કર્મચારીઓ, કન્સલ્ટનસી એજન્સીઓની ઉપસ્થિતિમાં વલસાડ જિલ્લાના ઉમરગામ નગરપાલિકામાં ચાલતા વિવિધ વિકાસના કામોની આકસ્મિક સ્થળ મુલાકાત લીધી હતી. રાજય સરકાર દ્વારા મળતી વિવિધ ગ્રાન્ટ જેવી કે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના, નાણાપંચ, મનોરંજન કર અને વ્યવસાય વેરાની ગ્રાન્ટ, જીયુડીએમ માંથી મળતી ગ્રાન્ટ અન્વયે વિવિધ કામોની મળેલ મંજૂરી તથા આવનારા સમયમાં મળનાર મંજૂરી અંગેના કામોની ચકાસણી કરવામાં આવી. જે બાબતે પ્રાદેશિક કમિશનર દ્વારા વિકાસના કામો બાબતે માર્ગદર્શન તથા સૂચનો આપવામાં આવ્યા હતા.
વધુમાં કામો ખૂબ જ ઝડપથી અને ગુણવત્તાવાળા થાય એ બાબતે તકેદારી લેવા અંગેની સુચનાઓ આપી હતી. પ્રાદેશિક કમિશનર શ્રીએ નીચે મુજબના કામોની સ્થળ વિઝીટ કરવામાં આવી હતી. ૧. એમ એમ હાઇસ્કુલ ક્રિકેટ ગ્રાઉન્ડ-રુ.૨ કરોડ ૨. નવનિર્મિત કચેરી ભવન-રુ.૧.૮૩કરોડ ૩. લોકમાન્ય ટિળક લાઇબ્રેરી-રુ.૧.૨૦કરોડ ૪.એસ.ડબલ્યુ.એમ ડમ્પીંગ સાઈટ - રુ.૪ કરોડ ૫. ઓડિટોરિયમ અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ- રુ.૮ કરોડ ૬. કમરવાડા તળાવ- રુ.૨ કરોડ ૭. નલ સે જલ યોજના અન્વયે ઘર ઘર પાણી કનેક્શન-રૂ.૩.૩૭ કરોડ આ કામોની મુલાકાત લઈને સુચનો કર્યા હતા. આ ઉપરાંત નગરપાલિકાના પડતર પ્રશ્નો તેમજ નાગરિકોની સુવિધા માટે હકારાત્મક અભિગમ સાથે કામ કરવા અનુરોધ કર્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500