Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઓડિશા ટ્રેન દુર્ઘટનાનો મામલો પહોંચ્યો સુપ્રીમ કોર્ટમાં, નિવૃત્ત જજનાં નેતૃત્વમાં સમિતિ દ્વારા તપાસની માંગ કરાઈ

  • June 04, 2023 

ઓડિશા ટ્રેન દુર્ઘટનાનો મામલો હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. આ કેસની તપાસ અંગે કોર્ટમાં અરજી કરવામાં આવી છે. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે, બાલાસોર ટ્રેન દુર્ઘટનાની તપાસ કરવા માટે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશના નેતૃત્વમાં નિષ્ણાત સમિતિની રચના કરવામાં આવે. PILમાં લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ભારતીય રેલ્વેમાં તાત્કાલિક અસરથી ઓટોમેટિક ટ્રેન પ્રોટેક્શન (ATP) સિસ્ટમ (જેને કવચ સુરક્ષા સિસ્ટમ તરીકે કહેવાય છે)ના અમલીકરણ માટે ગાઈડલાઈન જારી કરવાની પણ માંગ કરી છે.


આ જાહેર હિતની અરજી વિશાલ તિવારી નામના વકીલ દ્વારા દાખલ કરવામાં આવી હતી. તેમાં બાલાસોર ટ્રેન દુર્ઘટનાની તપાસ સુપ્રીમકોર્ટનાં નિવૃત્ત જજના નેતૃત્વ હેઠળની સમિતિ દ્વારા કરાવવાની માંગ કરાઈ હતી. ઉલ્લેખનીય છે કે, આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 288થી વધુ લોકો મૃત્યુ પામી ચૂક્યા છે જ્યારે 1000થી વધુ લોકો ઘવાયા હતા. ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે રવિવારે બાલાસોર નજીક બહંગા બજારમાં ટ્રેન દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોના સંબંધીઓને પાંચ-પાંચ લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરી હતી.


આ સહાય મુખ્યમંત્રી રાહત ફંડમાંથી આપવામાં આવશે. મુખ્યમંત્રી કાર્યાલય (સીએમઓ) એ કહ્યું કે મૃતકોના આશ્રિતોને 5 લાખ રૂપિયા આપવામાં આવશે, જ્યારે અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને 1 લાખ રૂપિયા આપવામાં આવશે. અગાઉ, રેલ્વેમંત્રી અશ્વિની વૈષ્ણવે પણ મૃતકના પરિજનોને 10-10 લાખ રૂપિયા અને વડાપ્રધાન કાર્યાલય (PMO) દ્વારા પ્રત્યેકને 2 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરાઈ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application