Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઓ.આર.એસ. વિકની ઉજવણીનાં ભાગરૂપે નવી સિવિલ હોસ્પિટલમાં પોસ્ટર એક્ઝિબિશન અને લાઇવ ડેમોસ્ટ્રેશન યોજાયું

  • July 27, 2023 

૨૯ જુલાઇએ સમગ્ર વિશ્ર્વમાં (ORS) ઓઆરએસ દિવસ મનાવવામાં આવે છે. ઓઆરએસ એટલે ઓરલ રીહાઇડ્રેશન સોલ્ટસ, ઓઆરએસનું મહત્વ દર્શાવતા વિશ્ર્વ સ્વાસ્થ્ય સંગઠન (ડબલ્યુ.એચ.ઓ.) દ્વારા આપવામા આવેલ માહિતીનુસાર પાંચ વર્ષથી નાના બાળકોના મૃત્યુનું એક કારણ ડાયેરિયા સંબંધી સમસ્યા છે. ડાયેરીયાના કારણે શરીરમાં થયેલી પાણીની ઉણપને ઓઆરએસની મદદથી દૂર કરી શકાય છે.રાજ્ય સરકાર વિવિધ કાર્યક્રમો કરી ઓઆરએસ વિશે જાગૃતા ફેલાવવાનું કાર્ય કરી રહી છે.




ત્યારે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ઓઆરએસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે પિડીયાટ્રીક એસોસિએશન, નવી સિવિલ હોસ્પિટલ બાળ વિભાગ અને સરકારી નર્સિંગ કોલેજના સંયુક્ત ઉપક્રમે ORS દિવસ થીમ “O - Only R - Rational S - Solution for Diarrhea” અને ORS સપ્તાહનું સૂત્ર "ઓરલ રિહાઈડ્રેશન, નો મોર ડિહાઈડ્રેશન અનુરૂપ પોસ્ટર એક્ઝિબિશન અને લાઇવ ડેમોસ્ટ્રેશન યોજાયુ હતું. આ અવસરે મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડો.ગણેશ ગોવેકર અને આર.એમ.ઓ. કેતન નાયક, નર્સિંગ એસોસિએશનના ઈકબાલ કડીવાલા, નર્સિંગ કોલેજના આચાર્ય ડો. ઇન્દ્રાવતી રાવ, બાળ વિભાગના વડાશ્રી જીગીશા પાટડિયા, બાળ વિભાગના પ્રોફેસર ડો.સંગીતાબને ત્રિવેદી, સિવિલ એસોસિએટ પ્રોફેસરશ્રી ડો.પ્રફુલ બામરેલીયા, નર્સિંગ સુપ્રિટન્ડન્ટ ડો.કાંતાબેન પટેલ પિડીયાટ્રીક એસોસિએશન પ્રમુખશ્રી મનીષ શર્મા, સહિત મોટી સંખ્યામાં નર્સિંગ સ્ટાફ,ફેકલ્ટી અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે નર્સિગ મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા શેરી નાટક, પોસ્ટર પ્રેઝન્ટેશન કરી ઓઆરએસ વિશે વિસ્તૃતમાં માહિતી આપી હતી.




ઓઆરએસ (ORS) શું છે?.....

નેશનલ હેલ્થ પોર્ટલ મુજબ ઓઆરએસનું ફૂલ ફોર્મ ઓરલ રીહાઇડ્રેશન સોલ્ટસ છે. જે ડાયરીયા સંબંધીત બીમારીઓને દૂર કરવાનો સૌથી સરળ ઇલાજ છે. તેમાં સોલ્ટ (ઇલેકટ્રોલાઇટ) અને ખાંડ હોય છે. આ બન્નેનું મિશ્રણ શરીરમાં પેટના માઘ્યમથી ઇલેકટ્રોલાઇટ અને પાણીના શોષણની પ્રક્રિયાને ઝડપી બનાવે છે. જેનાથી ડાયરીયાના કારણે થતી ઉલટી અને ઝાડાની સમસ્યામાં રાહત મળે છે. તો વળી તે ડાયરીયાના કારણે શરીરમાં પાણી અને નમકની ઉણપને પૂર્ણ કરવામાં પણ મદદરુપ થાય છે. ભારતના નેશનલ હેલ્થ પોર્ટલ અનુસાર ORSની સાથે ઝીંકનો સમન્વય એકયુટ ડાયરીયા અને ડિહાઇડે્રશનનો અસરકારક ઇલાજ છે.


ઓઆરએસના ફાયદા...

બાળકોને દસ્ત અને ઉલ્ટી થવા પર સાફ પાણીમાં ઓઆરએસ મિક્સ કરીને આપી શકાય છે. તેનાથી શરીરમાં પાણીની ઊણપ સર્જાતી નથી. દસ્તની શરૂઆતથી જ બાળકોને ઓઆરએસ આપવાનું શરૂ કરી દેવું જોઇએ. આ મિશ્રણ પીધા પછી થોડીક મિનિટની અંદર જ કામ કરવાનું શરૂ કરી દે છે. ઓઆરએસમાંથી આંતરડા સોડિયમની સાથે ગ્લૂકોઝ અને પાણીનું શોષણ કરી લે છે જેનાથી શરીર હાઇડ્રેટ રહે છે. બાળકોની સાથે સાથે દરેક ઉંમરના લોકો ઓઆરએસનું મિશ્રણ પી શકે છે.


ઘરે ઓઆરએસ બનાવી શકાય છે...

ઓઆરએસનું પેકેટ તમને માર્કેટમાં મળી જશે. જે ખૂબ જ સસ્તું હોય છે અને તેને બસ પાણીમાં મિક્સ કરીને પીવાની જરૂર હોય છે. પરંતુ ઘરે ઓઆરએસનું પેકેટ ન હોય તો તમે ઘરે પણ તેને બનાવી શકો છો. એક લીટર સાફ પાણી લો અને તેમાં 30 ગ્રામ અથવા 6 ચમચી ખાંડ અને અડધી ચમચી મીઠું નાંખો. આ મિશ્રણને એક બોટલમાં ભરી લો અને ત્યારબાદ તેને યોગ્ય રીતે મિક્સ કરી લો. બાળકોને કેટલું ORS આપવુ જોઇએઃ જો બાળકની ઉંમર ૨ વર્ષથી ઓછી છે તો દર વખતે મળત્યાગ બાદ બાળકને ૨૫૦ મિલીલીટર વાળા કપના એક ચતુર્થાંશ અથવા અડધા કપ સુધી ORS આપી શકો છો. ૨ વર્ષથી વધુ ઉંમરના બાળકને દર વખતે મળત્યાગ બાદ અડધો કપ અથવા એક કપ ORSનું મિશ્રણ પીવડાવો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application