પોષણ પખવાડીયા-૨૦૨૩ (૨૦ માર્ચથી ૩ એપ્રિલ)ની ઉજવણી અંતર્ગત, તાલુકા પંચાયત ચોર્યાસી ખાતે આઈ.સી.ડી.એસ શાખા દ્વારા મિલેટ્સ આધારિત વાનગી નિદર્શન તેમજ ‘સ્વસ્થ બાળ તંદુરસ્ત સ્પર્ધા’માં વિજેતા બાળકોનો ઈનામ વિતરણ કાર્યક્રમ યોજયો હતો. જેમાં કિશોરીઓ દ્વારા મિલેટ્સમાથી તૈયાર કરાયેલી વાનગીઓની સમજ આપી તેનું નિદર્શન કરવામાં આવ્યું હતું. મિલેટ્સ ધાન્યનું મહત્વ જણાવી તેના ઉપયોગથી થતાં વિવિધ ફાયદાઓ વિષે જાણકારી અપાઈ હતી અને તેના ઉપયોગથી બાળકોમાં કુપોષણ ઘટાડવાથી લઈ કિશોરીઓ, મહિલાઓ, સગર્ભા, અને ધાત્રી માતાઓમાં એનેમિયાનું પ્રમાણ ઘટાડવા માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application