વડોદરાનાં ખોડીયારનગર તળાવમાં અસંખ્ય માછલીઓના મોત નીપજતા સામાજિક કાર્યકર્તાએ તંત્ર વિરુદ્ધ નારાજગી દર્શાવી જવાબદાર સામે પગલાં ભરવાની માંગ કરી છે. બનાવની વિગત એવી છે કે, વડોદરા શહેરમાં અગાઉ સુરસાગર તળાવ, કમલાનગર તળાવ, વારસિયા તળાવ અને સમાં તળાવમાં અસંખ્ય માછલીઓના મોત નીપજ્યા છે.
તેવામાં હવે શહેરના પૂર્વ વિસ્તારમાં ખોડીયાર નગર ચાર રસ્તા નજીક આવેલ તળાવમાં મોટી સંખ્યામાં માછલીઓના મોત નીપજતા આસપાસના વિસ્તારોમાં દુર્ગંધનું સામ્રાજ્ય ફેલાયું હતું. તળાવમાં ફરી એક વખત અસંખ્ય માછલીઓના મોત નીપજતા સામાજિક કાર્યકર્તાએ તંત્ર વિરુદ્ધ નારાજગી દર્શાવી હતી. માછલીઓના મોત નીપજવા પાછળ ઓક્સિજનનું ઘટેલું સ્તર જવાબદાર હોવાનું તારણ છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500