Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

હવે તમે લોકોને ચાલતા પણ જોઇ શકશો,ભારત માટે ગુગલે એક ખાસ ફીચર બહાર પાડ્યું

  • December 20, 2023 

જો તમે પણ ગૂગલ મેપ્સનો ઉપયોગ કરો છો તો તમારા માટે સારા સમાચાર છે. ગૂગલે ભારતીય યુઝર્સ માટે એક મોટા ફીચરની જાહેરાત કરી છે.Google નકશાની સ્ટ્રીટ વ્યૂ સુવિધા હજી વધુ આનંદ આપે એવી કરવામાં આવશે. ગૂગલ મેપ્સમાં લાઈવ વ્યૂ વોકિંગ પણ જોવા મળશે.


આ સિવાય ગૂગલ લેન્સને ગૂગલ મેપ્સમાં પણ સપોર્ટ કરવામાં આવશે.ગૂગલ મેપ્સને લઈને ગૂગલે કહ્યું છે કે હવે મુંબઈ અને કોલકાતાની લોકલ ટ્રેનોના અપડેટ તેની વ્હેર ઈઝ માય ટ્રેન એપમાં પણ મળશે. આ તમામ ફીચર્સ ગૂગલ મેપ્સના એન્ડ્રોઇડ વર્ઝનમાં સૌથી પહેલા આવશે. બાદમાં તેઓ iOS માટે પણ બહાર પાડવામાં આવશે.


ગૂગલે કહ્યું છે કે ગૂગલ મેપ્સનું લાઈવ વ્યૂ વૉકિંગ ફીચર શરૂઆતમાં 3,000 શહેરો માટે રિલીઝ કરવામાં આવશે. આ ફીચરનો ફાયદો એ થશે કે જે રસ્તાઓ પર લોકો મોટી સંખ્યામાં ચાલે છે ત્યાં પણ તમે જામ વિશે અગાઉથી માહિતી મેળવી શકશો. લેન્સ સપોર્ટ જાન્યુઆરી 2024માં ગૂગલ મેપ્સમાં ઉપલબ્ધ થશે.



ગૂગલ મેપ્સમાં ફ્યુઅલ એફિશિયન્સી ફીચર પણ આવવાનું છે. આ ફીચરનો ફાયદો એ થશે કે એમાં ગૂગલ મેપ્સ તમને તે રૂટ વિશે જણાવશે કે જેના પર જવાથી તમારી કારનો ફ્યુઅલ વપરાશ ઓછો કરશે. ગૂગલ મેપ્સ ગ્રીન લીફ આઇકોન દ્વારા ફ્યુઅલ એફિશિયન્ટ માર્ગો બતાવશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application