કર્મચારીઓ હવે તેમની ઓફિસમાં બીયર પીતાં-પીતાં સહકર્મીઓ સાથે મોજ-મસ્તી અને આનંદ કરી શકે છે, કારણ કે હરિયાણા સરકારે મોટી કોર્પોરેટ ઓફિસોમાં બીયર,વાઇન અને રેડી-ટુ-ડ્રિંક્સ જેવા લો-વોલ્યુમ આલ્કોહોલિક પીણાંને મંજૂરી આપી દીધી છે. રાજ્ય સરકારે તેની 2023-24ની આબકારી નીતિ હેઠળ આ ફેરફાર કર્યો છે, જેને 9 મેના રોજ હરિયાણા મંત્રી પરિષદ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી.નીતિ મુજબ, હરિયાણા કાઉન્સિલ ઓફ મિનિસ્ટર્સે 9 મેના રોજ, બીયર, દારૂ અને રેડી-ટુ-ડ્રિંક્સમાં ઓછામાં ઓછા 5,000 કર્મચારીઓ ધરાવતી કોર્પોરેટ ઓફિસ પાસે એક લાખ ચોરસ ફૂટનો ઓફિસ વિસ્તાર હોવો આવશ્યક છે.
કોને થશે નવી નીતિનો ફાયદો
આ આદેશની હરિયાણાના ગુરુગ્રામમાં સ્થિત કોર્પોરેટ ઓફિસો પર મોટી અસર પડશે, જેને 'ભારતના મિલેનિયમ સિટી' તરીકે પણ ઓળખવામાં આવે છે. આ આદેશ કોર્પોરેટ ઓફિસો અને રહેઠાણોને લાગુ કરવામાં આવે છે જે આબકારી નીતિમાં નિર્ધારિત અમુક શરતોને પૂર્ણ કરે છે. જણાવી દઈએ કે કોર્પોરેટ ઓફિસો માટે કાર્યસ્થળ પર દારૂની છૂટ આપવા માટે ખાસ શરતો રાખવામાં આવી છે. નવી દારૂની નીતિ હેઠળ, માત્ર એક પરિસરમાં ઓછામાં ઓછા એક લાખ ચોરસ ફૂટ વિસ્તાર ધરાવતી ઓફિસોને જ ઓછી માત્રામાં આલ્કોહોલિક પીણાંના વપરાશ માટે લાયસન્સ (L-10F) આપવામાં આવશે.
આ શરતો હશે
- કોર્પોરેટ ઓફિસો માટે કેન્ટીન અથવા રેસ્ટોરન્ટનો લઘુત્તમ વિસ્તાર 2,000 ચોરસ ફૂટથી ઓછો ન હોવો જોઈએ.
- લાઇસન્સ આપવાની પ્રક્રિયા બાર લાઇસન્સ માટે લાગુ થશે.
- L-10F લાઇસન્સ આબકારી અને કરવેરા કમિશનર દ્વારા નિર્દિષ્ટ કરવામાં આવેલા નિયમો અને શરતો પર રૂ. 10 લાખની વાર્ષિક ફિક્સ્ડ ફીની ચુકવણી પર આપવામાં આવશે.
- આ ઓફિસોએ લાયસન્સ ફી ઉપરાંત 3 લાખ રૂપિયાની સિક્યોરિટી રકમ ચૂકવવી પડશે.
- આબકારી અને કર કમિશનર પાસેથી મંજૂરી મેળવ્યા બાદ કલેક્ટર દ્વારા L-10F લાઇસન્સ પ્રદાન કરવામાં આવશે.
- લાયસન્સનું રિન્યુઅલ કલેક્ટર વતી જિલ્લાના નાયબ આબકારી અને કરવેરા કમિશનર દ્વારા કરવામાં આવશે.
- મનોરંજન શો, પ્રદર્શનો, કોમેડી શો, મેજિક શો, મેગા-શો, સેલિબ્રિટી ઈવેન્ટ્સ વગેરે દરમિયાન દારૂ પીરસવા માટે આયોજકોને કામચલાઉ લાયસન્સ (L-12AC) આપવા માટેની અરજી ફીમાં વધારો કરવામાં આવ્યો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500