રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા તાજેતરમાં રેપો રેટમાં કરેલા વધારાની અસર ફરી એકવાર દેખાવા લાગી છે. પબ્લિક સેક્ટરની સૌથી મોટી બેંક, બેંક ઓફ બરોડાએ અલગ અલગ મુદતની લોન માટે માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ્સ આધારિત ધિરાણ દરમાં 0.20 ટકાના વધારાની જાહેરાત કરી છે. નવા દરો 12 ઓગસ્ટથી લાગુ થશે. બેંક દ્વારા 10 ઓગસ્ટ (બુધવાર) ના રોજ શેરબજારને પણ આ અંગે જાણ કરવામાં આવી હતી.
શેર બજારને મોકલવામાં આવેલી માહિતીમાં બેંક તરફથી કહેવામાં આવ્યું છે કે તેણે એમસીએલઆર (MCLR) દરમાં વધારાને મંજૂરી આપી દીધી છે. આ 12 ઓગસ્ટથી લાગુ થશે. એક વર્ષની મુદત માટે બેન્ચમાર્ક MCLR 7.65 ટકાથી વધારીને 7.70 ટકા કરવામાં આવ્યો છે. મોટાભાગના કન્ઝ્યુમર લોનના વ્યાજ દર આના આધારે નક્કી કરવામાં આવે છે. આ સિવાય એક મહિનાની લોન માટે MCLR 0.20 ટકા વધારીને 7.40 ટકા કરવામાં આવ્યો છે.
આ બેંકોએ પણ વ્યાજ દરમાં કર્યો વધારો
આ સિવાય 3 મહિના અને છ મહિનાની લોન માટે એમસીએલઆર (MCLR) ને 0.10 ટકા વધારીને અનુક્રમે 7.45 અને 7.55 ટકા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ ગયા અઠવાડિયે પ્રમુખ પોલિસી રેટ રેપોમાં 0.50 ટકાનો વધારો કર્યો છે. તેના પછી ઘણી બેંકોએ તેમના વ્યાજ દરમાં વધારો કર્યો છે. આ પહેલા આઇસીઆઇસીઆઇ (ICICI Bank) બેંક, કેનેરા બેંક અને PNB (Punjab National Bank) એ પણ વ્યાજ દરમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે.
ત્રણ વખત વધારવામાં આવ્યો વ્યાજ દર
બેંક ઓફ બરોડા દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયથી બેંક સાથે જોડાયેલા લગભગ 2 કરોડ ગ્રાહકોને અસર થશે. તમને જણાવી દઈએ કે છેલ્લા બે મહિનામાં RBI દ્વારા રેપો રેટમાં ત્રણ વખત વધારો કરવામાં આવ્યો છે. પહેલા સેન્ટ્રલ બેંકે તેમાં 40 બેસિસ પોઈન્ટ્સ, પછી 50 બેસિસ પોઈન્ટ્સ અને ફરી એકવાર 50 બેસિસ પોઈન્ટ્સનો વધારો કર્યો છે. જેના કારણે લોનના વ્યાજ દરો મોંઘા થઈ રહ્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500