Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

હવે તાપી જિલ્લાના લોકોને મુંબઇ જવા માટે ટ્રેન બદલવી નહી પડે,નંદુરબાર-મુંબઈ ટ્રેનને વ્યારામાં સ્ટોપેજ અપાયું

  • June 19, 2022 

તાપી જિલ્લાના મુખ્ય વડા મથક વ્યારા ખાતે આવેલા રેલવે સ્ટેશન પર નંદુરબારથી મુંબઈ માટે જતી ટ્રેનને સ્ટોપેજ મળતા વ્યારા સહિત તાપી જિલ્લાના મુસાફરો અને વેપારીઓ સહિતના લોકોમાં આનંદની લાગણી જોવા મળી છે.


તાપી જિલ્લામાં વ્યારા ખાતે આવેલા રેલ્વે સ્ટેશનો પર વિવિધ ટ્રેનોના સ્ટોપેજના અભાવ છે. જે માટે ઉત્તર ભારતીય સમાજના આગેવાનો દ્વારા અનેક વાર રજૂઆતો કરાઈ છે. તાજેતરમાં નંદરબારથી સુરત સુધી વિસ્તારમાં લોકોને મુંબઈ તરફ જવા માટે બે ટ્રેનો બદલવી પડતી હતી.


મુસાફરોને મુંબઈ તરફ જવા માં સુવિધા વધે એ માટે આ અંગેની ઘણા સમયથી રજૂઆતોને ધ્યાનમાં રાખી તાજેતરમાં મહારાષ્ટ્ર નંદુરબારના સંસદ હિના ગાવિત અને બારડોલી લોકસભાના સાંસદ પ્રભુભાઈ વસાવા દ્વારા અવાર-નવાર રેલવે વિભાગમાં રજૂઆતો કરી વિસ્તારોની સુવિધા વધારવા માટે પ્રયાસ કરતાં આવ્યા છે.


જે અંતર્ગત રેલવે વિભાગ દ્વારા ગત થોડા દિવસ પહેલા રોજ ટ્રેન નંબર ૧૯૪૨૬ બપોરે બે વાગ્યે નંદુરબારથી મુંબઈ જવાની ટ્રેન ચાલુ કરી દીધી હતી. જે ટ્રેન વ્યારા ખાતેથી ૦૪:૨૯ સમયે ઉપડે છે અને રાત્રે ૧૨:૫૦ કલાકે મુંબઈ સ્ટેશન પર પહોંચશે.


જ્યારે મુંબઈથી પરત આવવા માટે રાત્રે ૧૦:૦૫ કલાકેથી મુંબઈ સેન્ટ્રલથી ઉપડી રસ્તામાં આવતા સ્ટેશનો પર સ્ટોપ કરી ને બીજે દિવસે સવારે ૭:૦૦ વ્યારા અને ૯:૨૫ કલાકે નંદુરબાર પહોંચશે. નંદુરબારથી ઉપડતી આ ટ્રેન સુરત વચ્ચેના ૧૮ જેટલા મહત્વના સ્ટેશનને આવરી લેવાયા છે. વ્યારા ખાતે મુંબઈ જતી ટ્રેન સ્ટોપેજ મળવાને કારણે આ વિસ્તારના મુસાફરોમાં રાહત થઈ ગઈ છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application