મોંઘવારીને લીધે શાકભાજીના ભાવ આસમાને છે ત્યારે સુરતના મોટા વરાછા સૌરાષ્ટ્ર ટાઉનશીપમાં શાકભાજીના વેપારીની દુકાનની બહારથી અજાણ્યો રૂ.17 હજારની મત્તાના બટાકાના 50 કિલોના 17 કટ્ટાની ચોરી કરી જતા પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફુટેજમાં એક શંકાસ્પદ રીક્ષા નજરે ચઢતા તે દિશામાં તપાસ શરૂ કરી છે.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ ભાવનગરના ગારીયાધારના માનગઢના વતની અને સુરતમાં મોટા વરાછા માતૃશ્રી ફાર્મ સામે ઘર નં.સી-102 માં રહેતા 56 વર્ષીય કેશવલાલ દેવજીભાઈ પટેલ મોટા વરાછા સૌરાષ્ટ્ર ટાઉનશીપ શોપ નં.બી-1/45 માં શાકભાજીનો વેપાર કરે છે.ગત 30 જૂનના રોજ તે બટાકાના 50 કિલોના 45 કટ્ટા ખરીદીને લાવ્યા હતા.બાદમાં ગત ત્રીજીએ રાત્રે તેમાંથી તેમણે 43 કટ્ટા દુકાનની બહાર રાખ્યા હતા અને ઘરે ગયા હતા.બીજા દિવસે સવારે બાજુમાં પાનનો ગલ્લો ચલાવતા પંડિતે ફોન કરી જાણ કરી હતી કે તમારી દુકાનના માલની ચોરી થઈ હોય તેમ લાગે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application