Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

હવે 90 દિવસમાં ઈ મેમો નહીં ભરો તો આવી બન્યું

  • May 03, 2023 

સમગ્ર રાજ્યના ટ્રાફિક ચલણ માટે અમદાવાદની મેટ્રો કોર્ટમાં આજથી વર્ચ્યુઅલ ટ્રાફિક કોર્ટ શરૂ કરવામાં આવી છે. અમદાવાદની મેટ્રો કોર્ટમાં આ પ્રથમ વર્ચ્યુઅલ કોર્ટનો પ્રારંભ કરવામાં આવ્યો છે.ઈ મેમો ભરવામાં ઉદાસીનતા દાખવનાર સામે તવાઈ આવશે.


હવે 90 દિવસમાં ઈ મેમો નહીં ભરો તો ટ્રાફીક કોર્ટમાંથી ચલણ મોકલવામાં આવશે. જેમાં વાહન માલિકના મોબાઈલ નંબર પર SMS દ્વારા જાણ કરી મેમોનો દંડ વસૂલવામાં આવશે. લાખો લોકોના ઈ ચલણ ભરવાના બાકી છે. ત્યારે કરોડો રુપિયા ઈ મેમોના વસૂલવાના બાકી છે. ત્યારે હવેથી આ મામલે લોકો પાસેથી ટ્રાફીકના નિયમોનું ભંગ કરાતા કાર્યવાહી કરવામાં આવી શકે છે.


નેશન વન ચલણ પ્રોજેક્ટ અમદાવાદ શહેરમાં ટ્રાફિક પોલીસ અને આરટીઓ ચલણના સંલગ્નથી સંકલિત થઈ આ કામગિરી કરવામાં આવશે. સમગ્ર ગુજરાત રાજ્ય માટે વર્ચ્યુઅલ ટ્રાફિક કોર્ટ શરૂ કરવામાં આવી છે. જેમાં ઇ-ચલણની દંડની રકમ 90 દિવસમાં ચૂકવવામાં નહીં આવે તો ટ્રાફિક કોર્ટમાંથી ચલણ મોકલવામાં આવશે. અમદાવાદમાં સૌથી વધુ ઈ ચલણ લોકોને મોકલવામાં આવ્યા છે પરંતુ હજુ સુધી ઘણા લોકોએ ઈ ચલણ ભર્યા નથી ત્યારે આ મામલે હવેથી કાર્યવાહી કરવામાં આવશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application