Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

હવે એસટી સલામત સવારી નથી ! વ્યારા-નિઝર રૂટની મીની બસ બગડી,બીજી મીની બસ મૂકાતા તે પણ બગડી

  • November 01, 2023 

વ્યારાથી સવારે ઉપડતી વ્યારા - નિઝર રૂટની મીની બસ ખખડધજ હોવાના કારણે અનેકવાર રસ્તામાં બગડે છે. વ્યારાથી સોનગઢ, ઉચ્છલ અને કુકરમુંડા તથા નિઝર અપડાઉન કરતા કર્મચારીઓ તેમજ વિદ્યાર્થીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે,


કર્મચારીઓએ સમયસર નોકરી સ્થળે પહોંચવા માટે વહેલી સવારે ઉઠી આશરે ૬ વાગે વ્યારા સહિતના બસ સ્ટેન્ડ પરથી બસ પકડે છે,જોકે આજરોજ બુધવારે વહેલી સવારે વ્યારા - નિઝર મીની બસ સોનગઢ પહોંચતા - પહોંચતા રસ્તે દમ તોડયો હતો ! આ મીની બસમાં સવાર મોટાભાગના કર્મચારીઓએ સોનગઢ બસ સ્ટોપ પરથી રિક્ષા ભાડે કરી એસટી ડેપો ખાતે પહોંચ્યા હતા જે બાદ બીજી મીની બસ ફાળવવામાં આવી હતી જોકે તે મીની બસ પણ બગડી જતાં બસમાં સવાર મુસાફરો તેમજ કર્મચારીઓ અટવાયા હતા.


સૂત્રો અનુસાર છેલ્લા ઘણા સમયથી સોનગઢ ડેપોના  સંચાલકો દ્વારા બસોનું સમયસર મેન્ટનન્સ કરતા નહોવાના કારણે બસ રસ્તા વચ્ચે બગડી રહી છે,એટલું જ નહી બસોના મેન્ટનન્સ પાછળ વર્ષે દહાડે કરવામાં આવતો ખર્ચ પણ માત્ર કાગળો પર દેખાડી લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો હોવાનું જાણવા મળ્યું છે, જોકે તે એક તપાસનો વિષય બન્યો છે,



વ્યારા - નિઝર રૂટ પર વહેલી સવારે દોડતી મીની બસમાં આશરે ૩૩ જેટલી સિટો હોય છે,જેમાં સિટી મુજબ જ મુસાફરો બેસાડવાના હોય જોકે આ મીની બસમાં વ્યારા - સોનગઢ થી જ ૫૦થી વધુ મુસાફરો બેસાડી લઈ જવામા આવે છે જેમાં ઉચ્છલ પાસ કર્યા બાદ ૧૦૦ જેટલા મુસાફરો સવારી કરતા હોય છે, ત્યારે આ બાબતે સ્થાનિક પોલીસ સહિત આરટીઓ કાર્યવાહી કરે તે પણ જરૂરી બન્યું છે.



વ્યારા - નિઝર રૂટ પર વહેલી સવારે મીની બસના બદલે મોટી રેગયુલર બસ દોડાવવા માટે ઘણ સમયથી માંગ કરવામાં આવી રહી છે, જોકે ડેપો સંચાલકો ના પાપે આ રૂટ પર મીની બસ જ દોડવામાં રહી છે,આ રૂટ પર વહેલી સવારે એકજ મીની બસ દોડતી હોવાના કારણે ૧૧૦ કિલોમીટર દૂર નિઝર - કુકરમુંડા જેવા વિસ્તારોમાં નોકરી કરતા કર્મચારીઓ તેમજ સ્થાનિક (લોકલ) વિદ્યાર્થી મજબૂરીવશ આ બસનો ઉપયોગ કરવા મજબૂર બન્યા છે,ત્યારે વ્યારા - નિઝર રૂટ પર મોટી રેગ્યુલર બસ દોડાવવામા આવે તે જરૂરી બન્યું છ,આજે પણ રસ્તામાં મીની બસ બગડી હતી. એસ.ટી ડેપોની લાલીયાવાડીથી મુસાફરોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.જો વહેલીતકે આ સમસ્યાનું નિવારણ ન આવે તો ડેપો ખાતે ચક્કાજામ સહિત ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application